મુંબઇઃ આજકાલ બૉલીવુડની કેટલીક મોટી અને ચર્ચિત ફિલ્મોને લઇને જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ લિસ્ટમાં વધુ એક ફિલ્મનુ નામ જોડાઇ ગયુ છે. રિપોર્ટ છે કે, સલમાન અને અક્ષય કુમાર સાથે મળીને એક ફિલ્મમાં કામ કરશે, જો બન્ને સુપરસ્ટાર એકસાથે ફિલ્મમાં દેખાશે તો તે જરૂર મોટી ફિલ્મ બની શકે છે. રિપોર્ટનુ માનીએ તો સલમાન અને અક્ષયની જોડી એકસાથે દેખાશે તો આ જોડી 13 વર્ષ બાદ મોટા પદડે ફરીથી આવશે. રિપોર્ટ એવા છે કે, 2004માં આવેલી ફિલ્મ 'મુજસે શાદી કરોગી' સિક્વલ બનવા જઇ રહી છે. આ ફિલ્મમાં અક્ષય-સલમાને સાથે કામ કર્યુ હતુ. પિન્કવિલાની એક રિપોર્ટ પ્રમાણે, આ ફિલ્મની સિક્વલમાં પણ અક્ષય અને સલમાન ખાન સાથે દેખાશે. આને લઇને અક્ષયે ઇશારો પણ કરી દીધો છે. અક્ષયે માન્યુ કે આ ફિલ્મની સિક્વલ લાવવાનો આઇડિયા ખુબ સરસ છે. સાજિદ નાડિયાવાલાએ આના પર કામ કરવુ જોઇએ.
ઉલ્લેખનયી છે કે, 'મુજસે શાદી કરોગી' ફિલ્મમાં અક્ષય કુમાર સલમાન ખાનને મિત્ર બતાવવામાં આવ્યો હતો, ફિલ્મમાં પ્રિયંકા ચોપડા પણ હતી. ફિલ્મ બૉક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઇ હતી.