સલમાન ખાને તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. તેઓ 56 વર્ષના થઇ ગયા છે. આ અવસર પર તેમની લાઇફ જર્ની પર એક નજર નાખીએ. સલમાન ખાન ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા રાઇટર સલીમ ખાનના સૌથી મોટા દીકરા છે. સલમાનનો જન્મ 27 ડિસેમ્બર 1965માં ઇન્દોરમા થયો હતો. સલમાન ખાનનું અગાઉ નામ અબ્દુલ રાશિદ ખાન રાખ્યું હતું.


સલમાન ખાન પ્રથમ વખત વર્ષ 1988માં ફિલ્મ બીવી હો તો એસીમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં સલમાન ખાને રેખાના દિયરની નાની ભૂમિકા નિભાવી હતી.સલમાનની હીરો  તરીકેની પ્રથમ ફિલ્મ વર્ષ 1989માં આવેલી મૈને પ્યાર કિયા હતી. ફિલ્મમાં સલમાન ખાનની સાથે ભાગ્ય શ્રી હતી. આ ફિલ્મ હિટ રહી હતી. સલમાનની પ્રથમ 100 કરોડ રૂપિયાની કમાણી કરનારની ફિલ્મ 1994માં આવેલી ફિલ્મ હમ આપકે હૈ કૌન હતી. આ ફિલ્મ પણ ખૂબ હિટ રહી હતી.


સલમાન ખાન અનેકવાર વિવાદોમાં ફસાયો હતો. એક્ટર કાળિયારનો શિકાર અને હિટ એન્ડ રનનો આરોપ લાગતો રહે છે. આ મામલે જેલની હવા પણ ખાઇ ચૂક્યો છે.સલમાનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ટાઇગર જિંદા હૈએ 339 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બજરંગી ભાઇજાને 320 કરોડ,  સુલતાને 300 કરોડની કમાણી કરી છે. એક રિપોર્ટ અનુસાર એક્ટર 2300 કરોડની નેટવર્થનો માલિક છે. આ ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અન્યની આવકનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો........ 


હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે


Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા


SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે


Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ