સલમાન ખાન પોતાનો 54મો જન્મદિવસ કોની સાથે ઉજવશે? જાતે જ કર્યો આ મોટો ખુલાસો
abpasmita.in | 24 Dec 2019 10:43 AM (IST)
સલમાનની બહેન અર્પિતા અને આયુષ શર્મા બીજીવાર માતા-પિતા બનવાના છે. આ કપલનો પહેલો પુત્ર આહિલ છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સલમાન ખાન 27 ડિસેમ્બરે પોતાનો 54મો જન્મદિવસ મનાવવો છે. તાજેતરમાં જ સલમાનની ફિલ્મ 'દબંગ 3' બૉક્સ ઓફિસ પર રિલીઝ થઇ છે, અને સારુ કલેક્શન પણ કરી રહી છે. હવે આ બધાની વચ્ચે સલમાને પોતાનો જન્મદિવસ કોની સાથે મનાવવાનો છે તેનો ખુલાસો કર્યો છે. એક એન્ટરટેઇન્ટમેન્ટ પોર્ટલ સાથે વાત કરતાં અભિનેતા સલમાને ખુલાસો કર્યો છે કે, આ વખતે તે પોતાનો જન્મદિવસ પોતાની બહેન અર્પિતાની સાથે મનાવવા જઇ રહ્યો છે. હાલ સલમાનની બહેન અર્પિતા પ્રેગનન્ટ છે. સલમાન તેની સાથે બ્રાંદ્રા સ્થિતિ તેના ઘરે પોતાનો જન્મદિવસ મનાવવાનો છે. દરવર્ષની જેમ સલમાનની ગેસ્ટ લિસ્ટમાં કૈટરી કૈફ, સોનાક્ષી સિન્હા, સંગીતા બિજલાની અને પ્રીતિ ઝિન્ટા જેવા સ્ટાર અને નજીકના મિત્રો સામેલ થઇ શકે છે. આમ તો સલમાન સામાન્ય રીતે નજીકના મિત્રો અને ફેમિલી સાથે પાનવેલ ફાર્મહાઉસ પર એક પાર્ટી રાખીને મનાવતો હોય છે. સલમાનની બહેન અર્પિતા અને આયુષ શર્મા બીજીવાર માતા-પિતા બનવાના છે. આ કપલનો પહેલો પુત્ર આહિલ છે.