મુંબઈ: બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઈકા અરોરા બી ટાઉનનું આઈડલ કપલ માનવામાં આવતું હતું. કોઈને કલ્પના પણ નહોતી કે બંને વચ્ચે તકરાર ચાલી રહી છે. પરંતુ 2 વર્ષ પહેલા બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. અરબાઝ અને મલાઈકાની સ્ટોરી બહુ જ ચર્ચામાં રહી હતી.

રિપોર્ટ્સ પ્રમાણે કે એક ખાનગી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં અરબાઝ ખાને કહ્યું હતું કે, અમાર બંનેના સંબંધમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું તે માત્ર તેમના સુધી મર્યાદિત નહોતું પરંતુ આ સમગ્ર સીનમાં તેમનો પુત્ર પણ સામેલ હતો. પુત્ર પર ખરાબ અસર ન પડવા અને સંબંધને વધુ ખરાબ ન થવા દેવા માટે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને ડિવોર્સનો નિર્ણય લીધો હતો.

અભિનેતા અરબાઝે કહ્યું હતું કે, આ બધું એક એવા પોઈન્ટ પર આવી ગયું હતું જ્યાંથી માત્ર એ જ રસ્તો બચ્યો હતો કે અમે જરૂરી પગલાં લઈને આ બધાંને જેટલું થઈ શકે એટલું બરાબર કરવાનો પ્રયત્ન કરીએ.

વધુમાં અરબાઝે જણાવ્યું હતું કે, જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે તેનો પુત્ર 12 વર્ષનો હતો અને તેને આઈડિયા હતો કે, તેના પેરેન્ટ્સ વચ્ચે બધું બરાબર ચાલતું નથી. હું હંમેશાં મારા પુત્રની સાથે જ છું. મલાઈકા પાસે અરહાનની કસ્ટડી છે અને તેના માટે લડવા માગતો નથી. મને લાગે છે કે, બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તેને માતાની વધુ જરૂર હોય છે.

અરબાઝ ખાને વધુમાં જણાવ્યું હતું કે, અરહાન થોડા જ સમયમાં 18 વર્ષનો થઈ જશે ત્યાર બાદ તે નિર્ણય લઈ શકે છે કે, તે શું ઈચ્છે છે અને કોની સાથે રહેવા માગે છે.