Naga-Samantha Divorce: સાઉથના ફેમસ એક્ટર નાગા ચૈતન્ય અને તેમની પત્ની સામંથા અક્કિનેનીએ લગ્નના 4 વર્ષ બાદ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે. બંનેએ સોશિયલ મીડિયા દ્રારા ફેન્સને આ જાણકારી આપી હતી. થોડા દિવસ નાગા ચૈતન્યએ એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે, બંને ડિવોર્સ લઇ રહ્યાં છે પરંતુ દોસ્તીનો સંબંધ હંમેશા રહેશે. ડિવોર્સ માટે નાગા ચેતન્યએ એલીમની માટે 200 કરોડ રૂપિયાની તગડી રકમ ઓફર કરી હતી જો કે એક્ટ્રેસે આ ઓફરને ઠુકરાવી દીધી છે.


આ કારણે ઠુકરાવી ઓફર


બોલિવૂડ લાઇફના રિપોર્ટ મુજબ અક્કિનેની પરિવારે સેટલમેન્ટ માટે  લગભગ 200 કરોડ રૂપિયા સામંથા રૂથ પ્રભુને આપવાની ઓફર કરી હતી. જો કે સમંથાએ આ ઓફરનો જવાબ આપતા જણાવ્યું હતું કે, તે એક આત્મનિર્ભર મહિલા છે અને તેમને પૈસાની કોઇ જરૂર નથી. રિપોર્ટ મુજબ સમંથા આ સંબંધથી ખુશ નથી અને બહુ જલ્દી આ સંબંધથી મુક્તિ ઇચ્છે છે. સમંથાએ વેબસીરિઝ ‘ ધ ફેમલિ મેન-2 રાજીની ભૂમિકા અદા કરી હતી.


ફેન્સને આ રીતે આપી હતી જાણકારી


નાગા ચૈતન્ય અને સમંથાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “તેઓ પતિ-પત્નીના આ સંબંધને હવે વધુ આગળ લઇ જવા નથી માંગતા. બંનેની દોસ્તી કાયમ રહેશે” બંનેની પોસ્ટ પરથી એવું લાગે છે કે બંને આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે રાજી છે.



આ પણ વાંચો


Gujarat Corona Cases: ગુજરાતમાં એક્ટિવ કેસ દોઢ મહિનાની ટોચે, જાણો કેટલા મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ



Cruise Party: અભિનેતાના પુત્રએ કહ્યું, મને VIP ગેસ્ટ તરીકે બોલાવાયો હતો, NCBને ગેસ્ટના રૂમમાંથી મળ્યા પેપર રોલ