Samantha Akkineni announce Divorce with Naga Chaitanya: નાગા ચૈતન્ય (Naga Chaitanya)અને સામંથા અક્કિનૈની  (Samantha Akkineni) છેલ્લા ઘણા દિવસોથી તેમના છૂટાછેડાના સમાચારોની ચર્ચા ચાલી રહી છે. આ સમાચાર પછી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ બંને વચ્ચે શું થયું કે વાત છૂટાછેડા સુધી પહોંચી.   હવે સામંથાએ પોતે આ સમાચાર પર મહોર લગાવી છે. તાજેતરમાં, તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતી વખતે, સામંથાએ તેના ચાહકોને તેના છૂટાછેડા વિશે જાણ કરી છે. બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.



સામંથાએ શેર કરી પોસ્ટ


સામંથાએ પોસ્ટ શેર કરીને તેમના ચાહકોને અલગ થવાની જાણકારી આપી છે. તેમણે લખ્યું- અમારા બધા શુભેચ્છકોને. ઘણી વિચાર -વિમર્શ કર્યા પછી મેં અને ચૈતન્યે પતિ અને પત્ની તરીકે અમારા રસ્તા અલગ કરવાનું નક્કી કર્યું છે. અમે ખૂબ નસીબદાર છીએ કે અમારી મિત્રતા 10 વર્ષથી વધુની છે જે અમારા સંબંધોનો આધાર હતો. જે હંમેશા અમારી વચ્ચે ખાસ સંબંધ રાખશે.




 
સામંથાએ આગળ લખ્યું-અમે અમારા ચાહકો, મીડિયા અને શુભેચ્છકોને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારો સાથ આપે અને અમને આગળ વધવા માટે ગોપનીયતા આપે. તમારા સહકાર બદલ આભાર.


તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે નાગા અને સામંથા ફેમિલી પ્લાનિંગની તૈયારી કરી રહ્યા હતા. એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ સામંથાએ કોઈ નવી ફિલ્મ સાઈન કરી નથી કારણ કે તે હવે તેના પરિવાર પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગતી હતી. તેથી જ તેમણે શાંતિ બનાવી રાખી છે અને મીડિયાના પ્રશ્નોથી બચી રહી છે. તાજેતરમાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર તેમના ચાહકોને કહ્યું કે તે હૈદરાબાદથી મુંબઈ શિફ્ટ થઈ રહી છે.


બંને વચ્ચે અણબનાવના સમાચાર હતા


સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાની અટક બદલ્યા પછી બંને વચ્ચે અણબનાવના સમાચાર સામે આવવા લાગ્યા હતા પણ વચ્ચે તેમણે નાગાની ફિલ્મનું ટ્રેલર શેર કર્યું હતું. જે પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને વચ્ચે બધું બરાબર છે. પરંતુ હવે છૂટાછેડાના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે.