મુંબઇઃ જાણીતા ભારતીય પેઇન્ટર અન આર્ટિસ્ટ રાજા રવિ વર્માની પૉપ્યૂલર પેઇન્ટિંગને સામંથાથી લઇને શ્રુતિ હાસને રિક્રિએટ કરી છે, અને તે એકદમ સુંદર લાગી રહી છે. તસવીરો અહીં જુઓ....

સામંથા અક્કિનેની
સામંથા અક્કિનેનીએ રાજા રવિ વર્માની એક ફેમસ પેઇન્ટિંગને રિક્રિએટ કરી છે, પોતાની તસવીરની સાથે તેને ઓરિજિનલ પેઇન્ટિંગની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સાથે લખ્યુ છે કે, 'જી વેન્કટ રામ તમારી સાથે કામ કરવાની ખુબ મજા આવે છે. NAAM માટે રાજા રવિ વર્માની પેઇન્ટિંગને રિક્રિએટ કરી છે. ખુબ જ ખુશ છુ હુ આ મહત્વના પ્રૉજેક્ટનો હિસ્સો બનીને.


શ્રુતિ હાસન
શ્રુતિ હાસને પણ આ કેલેન્ડરના શૂટનો ભાગ બનીને ખુબ આનંદ અનુભવ્યો છે. તેને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર રાજા રવિ વર્માની ઓરિજિનલ પેઇન્ટિંગ અને પોતાની તસવીર શેર કરી છે.




રામ્યા કૃષ્ણન
'બાહુબલી' સીરીઝમાં શિવગામીની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ રામ્યા કૃષ્ણને પણ રાજા રવિ વર્માની એક પેઇન્ટિંગને રિક્રિએટ કરી છે.


એશ્વાર્યા રાજેશ
સાઉથથી લઇને બૉલીવુડમાં પોતાનો જલવો બતાવી ચૂકેલી એક્ટ્રેસ એશ્વર્યા રાજેશ પણ રાજા રવિ વર્માની એક ફેમસ પેઇન્ટિંગને રિક્રિએટ કરીને કેલેન્ડર ગર્લ બની છે. એશ્વર્યાએ 2017માં આવેલી હિન્દી ફિલ્મ 'ડૈડી'માં કાર્યુ હતુ.


કોણ હતા રાજા રવિ વર્મા?
રાજા રવિ વર્મા એક એવા પેન્ટર હતા, જેને ચિત્રકારી દુનિયાને હેરાન કરી દેનારી હતી, તેમને ચિત્રકારીમાં અનેક પ્રયોગો કર્યા હતા. તેમની દેવી-દેવતાઓની તસવીરો લોકોને અચંબામાં નાંખી દેતી હતી, જોકે, હાલ રવિ વર્મા આપણી વચ્ચે નથી રહ્યાં પણ તેમની અનેક અદભૂત પેઇન્ટિંગ હાલ પણ લોકોના હ્રદયમાં સમાયેલી છે. રવિ વર્મા પૌરાણિક કથાઓ, તેમના પાત્રો, અને ભારતીય સંસ્કૃતિ પર ખાસ પેઇન્ટિંગ કરી છે. એવુ કહેવાય છે કે, પાંચ વર્ષની ઉંમરમાં જ રાજા રવિ વર્માએ ચિત્રકારી કરવાનુ શરૂ કરી દીધુ હતુ.