રણધીર મલિક રિટાયર્ડ IAS ઓફિસર હતા. તેઓ સોનીપતના CRA કોલેજના ઈંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે કાર્યરત હતા. તેમના પરિવારમાં હવે તેમની પત્ની અને બે પુત્રીઓ મેઘના મલિક અને મીમાંસા મલિક છે. મેઘના ચર્ચિત અભિનેત્રી છે જ્યારે મીમાંસા દેશના ટોપ ચેનલ્સમાં ન્યૂઝ એંકર રહી છે.
મેઘના મલિકે ટ્વીટ કરી પોતાના પિતાના નિધનની જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મેઘના અને મીમાંસાએ પોતાના પિતા રણધીર મલિકની અર્થી ઊંચકી હતી. ત્યાર બાદ બંને પુત્રીઓએ જ પિતાને મુખાગ્નિ આપી તેમના અંતિમ સંસ્કાર કર્યાં હતાં.
મેઘના મલિક ‘ના આના ઈસ દેશ લાડો’થી ઘરે-ઘરે લોકપ્રિય બની. આ ઉપરાંત તે 2019માં સની દેઓલના પુત્ર કરણ દેઓલની ડેબ્યૂ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’માં જોવા મળી હતી.