અનસે લગ્નના દિવસની અનદેખી તસવીર શેર કરી અને તેને કેપ્શનમાં લખ્યું- સૌથી સુંદર પત્ની તે નથી જે તમને સૂટ કરે છે, પરંતુ તે જે તમને સ્વર્ગની નજીક લાવે છે. અલ્લાહએ સારા કર્મોનુ ફળ આપ્યુ. આ તસવીરમાં સના અને અનસ કેમેરાની તરફ પીઠ કરીને ચાલી રહ્યાં છે. સનાએ લાલ રંગની ચોળી પહેરી છે, અને અનસે સફેદ રંગનો કુર્તો-પાયજામો પહેરેલો છે.
આ પહેલા સના ખાને પોતાના પતિની સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે અયાતુલ કુર્સી વાંચતી દેખાઇ રહી હતી. સનાએ આ વીડિયો શેર કરતા લખ્યું- અયાતુલુ કુરસી..... આ તમને બુરી નજરથી બચાવે, ઘરેથી બહાર જતા પહેલા અને દરેક નમાઝ પછી આને બોલવાનુ ના ભૂલો. જ્યારે પણ તમારો સાથે ઘરેથી કામ માટે બહાર નીકળો ત્યારે આ સુરહને જરૂર બોલો.
ઉલ્લેખનીય છે કે સના ખાન અને અનસ સૈયદે 20 નવેમ્બરે લગ્ન કરી લીધા હતા. ખાસ વાત છે કે સના ખાને ઇસ્લામનો હવાલો આપતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધુ હતુ. આના થોડાક જ સમયમાં તેના નિકાહના સમાચારોએ બધાને ચોંકાવી દીધા હતા.