મુંબઈ: બોલિવૂડ અભિનેતા સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં શનિવારે સાંજે 4 વાગ્યે દાખલ કરાયા છે. તેના બાદ સંજય દત્તે હોસ્પિટમાંથી પોતાની તબીયતને લઈને સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કરીને કહ્યું કે, તે એક બે દિવસમાં પોતાના ઘરે જશે.

સંજય દત્તે ટ્વિટ કરી કે, “હું સૌને જણાવવા માંગુ છું કે, હુ હાલ ડૉક્ટર્સની દેખરેખમા છું અને મારો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હોસ્પિટલમાં ડૉક્ટર્સ, નર્સ અને તમામ સ્ટાફની મદદથી એક બે દિવસમાં પોતાના ઘરે જઈશ. દુઆ અને શુભકામનાઓ માટે સૌનો આભાર.”


જણાવી દઈએ કે, હોસ્પિટલમાં દાખલ થતાંજ 61 વર્ષીય સંજય દત્તનું રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ દ્વારા તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. તેમનો સ્વેબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. જેનાથી ખબર પડશે કે તેઓ કોરોનાથી સંક્રમિત છે કે નહીં.