ફેમસ ડાન્સર સપના ચૌધરી હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સપના ચૌધરી મેલ્વિન લુઈસ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. સપના ચૌધરીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો પસંદ કરી ચૂક્યાં છે. સપનાએ વીડિયો શેર કરતા પોતાના વખાણ પણ કર્યા છે. 


વીડિયો શેર કરતા સપનાએ લખ્યું, જ્યારે વાત ડાન્સની આવે છે ત્યારે આ જોડીના વખાણ કરવામાં આવે છે. સપનાએ પોતાને અને મેલ્વિનને ક્રેડિટ આપી છે.  સપનાએ આ વીડિયોમાં સાડી કે ફોલ સા ગીત પર શાનદાર ડાન્સ કર્યો છે. જ્યારે સપનાના એક્સપ્રેશન પણ જોતા જ બને છે. સપના પોતાના ડાન્સના કારણે ખૂબ જાણીતી છે. સપના ચૌધરીની તસવીરો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. સપના ચૌધરીના ફેન્સ કરોડોમાં છે. 



સપના ચૌધરીના આ વીડિયોમાં અત્યાર સુધીમાં 64 હજારથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. તેમના ફેન્સે પોતાનું રિએક્શન આપ્યુંછે. એક યૂઝર્સે લખ્યું,કમાલની જોડી છે. અન્ય એક યૂઝર્સે લખ્યું, તમે હંમેશા પોતાના ડાન્સ પરફોર્મન્સથી લોકોનું દિલ જીતતા રહો. અન્ય એક યૂઝર્સે સપના ચૌધરીના વખાણ કરતા કહ્યું, ડાન્સના મામલે તમારો કોઈ જવાબ નથી. ઉલ્લેખનીય છે કે સપનાનું નવું ગીત ચટક મટક રિલીઝ થયું હતું. નવું ગીત સોશિયલ મીડિયામાં


શનાયા કપૂરનો શકીરાના ગીત પર બેલી ડાન્સ


બોલીવુડમાં ડેબ્યૂ કરતા પહેલા જ શનાયા કપૂર પોતાના ડાન્સ વીડિયોને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. શનાયા કપૂર પોતાની ડાન્સર સાથી સંજના મુથરેજા સાથે બેલી ડાન્સ કલાસની એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ વીડિયોને શનાયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં શનાયા કપૂર શકીરાના ગીત પર બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે અને તેનો સાથ ડાન્સ ટીચર સંજના આપી રહી છે.



શનાયા કપૂરે વીડિયો શેર કરતા લખ્યું, 'ફ્લોર વર્ક શીખવું હંમેશાથી એક પડકાર રહ્યો છે. મને તેના માટે પુશ કરવા બદલ આભાર સંજના મુથરેજા.'