બોલીવુડમાં ડેબ્યૂ કરતા પહેલા જ શનાયા કપૂર પોતાના ડાન્સ વીડિયોને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. શનાયા કપૂર પોતાની ડાન્સર સાથી સંજના મુથરેજા સાથે બેલી ડાન્સ કલાસની એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ વીડિયોને શનાયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં શનાયા કપૂર શકીરાના ગીત પર બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે અને તેનો સાથ ડાન્સ ટીચર સંજના આપી રહી છે.


શનાયા કપૂરે વીડિયો શેર કરતા લખ્યું, 'ફ્લોર વર્ક શીખવું હંમેશાથી એક પડકાર રહ્યો છે. મને તેના માટે પુશ કરવા બદલ આભાર સંજના મુથરેજા.'




શનાયા કપૂર પોતાની બેલી ડાન્સને ખૂબ જ ગંભીરતાથી લે છે અને તેને બેલી ડાન્સ ખૂબ જ પસંદ છે. ગત મહિને શનાયા કપૂર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે 'આજ દિલથી જાગી ગઈ. મારા કરિયરની નવી શરૂઆત થવાની છે. મારી પ્રથમ ફિલ્મ કિકસ્ટાર્ટ કરવા માટે ઉત્સાહીત.'


શનાયા કપૂર બોલીવૂડ અભિનેતા સંજય કપૂર અને મહીપ કપૂરની દિકરી છે. શનાયાએ પોતાના કરિયરની શરૂઆત 2020માં નેટફ્લિક્સ ફિલ્મ ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ સાથે સહાયક નિર્દેશક તરીકે કરી હતી જેમાં તેના કઝિન સિસ્ટર જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. શનાયા કપૂરે પણ નેટફ્લિક્સના સ્મૈશ હિટ ધ ફૈબુલસ લાઈવ્સ ઓફ બોલીવુડ વાઈવ્સમાં કેમિયો અપીયરન્સ કર્યો હતો.