મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સારા અલી ખાન હવે ટુંકસમયમાં બૉલીવુડના દિગ્ગજ સલમાન ખાન સાથે ફિલ્મ કરશે. સોશ્યલ મીડિયામાં ચર્ચા થઇ રહી છે કે, સલમાન અને સારા આનંદ એલ રાયની અપકમિંગ ફિલ્મમાં સાથે કામ કરશે. સારા અલી ખાન પણ આ મામલે ડાયરેક્ટર આનંદ એલ રાય સાથે મુલાકાત કરી ચૂકી છે.

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ડાયરેક્ટર આનંદ એલ રાયે પોતાની આગામી ફિલ્મ એક્ટર સલમાન ખાન સાથે બનાવવાનુ નક્કી કર્યુ છે, અને સારા અલી ખાન પણ આ પ્રૉજેક્ટનો ભાગ બનવાની છે. આ માટે સારા ડાયરેક્ટરને ગયા શુક્રવારે મળી ચૂકી છે, અને સારાની ફિલ્મમાં કામ કરાની રિક્વેસ્ટ પણ એક્સેપ્ટ કરી લેવામાં આવી છે.



આ વાતને લઇને કયાસ લગાવી શકાય છે કે, 53 વર્ષીય સલમાન ખાન તેનાથી 29 વર્ષ નાની સારા અલી ખાન (24 વર્ષ) સાથે જોડી જમાવી શકે છે. હવે બન્ને એકસાથે આનંદ એલ રાયની ફિલ્મમાં કામ કરી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઇ ઓફિશિયલી માહિતી સામે આવી નથી.