મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનના હાથે એક મોટી ફિલ્મ લાગી છે. સારા અલી ખાન હવે ટુંક સમયમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે કામ કરતી દેખાશે. આનંદ એલ રાયની આ ફિલ્મને લઇને આવી રહ્યાં છે. ફિલ્મનુ નામ છે 'અતરંગી રે'. ફિલ્મને લઇને કહેવાઇ રહ્યુ છે કે આમાં અક્ષય કુમાર મુખ્ય ભુમિકામાં છે.

અક્ષય કુમારની ભૂમિકાને લઇને આનંદ એલ રાયે કહ્યું કે આ ભુમિકા માટે એક સિક્યૉર એક્ટરની જરૂરિયાત હતી અને અક્ષય કુમાર પોતાના અલગ અલગ રૉલ માટે જાણીતો છે.


વળી, ફિલ્મમાં સારા અલી ખાન અને ધનુષની પેર વિશે કહ્યુ કે આ એક અલગ પ્રકારની જોડી હશે જેમને દર્શક પસંદ કરશે. આમાં સારા અલી ખાન અને ધનુષ રૉમાન્સ કરતાં પણ દેખાશે. અક્ષયકુમારે કહ્યું કે, હું હંમેશાથી આનંદ એલ રાય સાથે કામ કરવા માટે ઇચ્છુ છુ, જ્યારે તેમને મને આ ફિલ્મની કહાની સંભળાવી તો મેં 10 મિનીટમાં જ તેના માટે હા પાડી દીધી હતી.


અક્ષયે કહ્યું મારુ, સારાનુ અને ધનુષનુ કૉમ્બિનેશન આ ફિલ્મમાં અતરંગી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 1લી માર્ચે ફિલ્મ ફ્લૉર પર જશે. જોકે રિલીઝ ડેટને લઇને હજુ સુધી કંઇપણ કહેવાયુ નથી.