મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી દીકરી સારા અલી ખાન માટે હવે બૉલીવુડમાંથી એકપછી એક સારા સમાચાર આવી રહ્યાં છે. કેદારનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનારી સારાને હવે એક મોટી ફિલ્મ ઓફર થઇ છે. આ એક રિમેક ફિલ્મ છે.

ફિલ્મફેયરના એક રિપોર્ટનુ માનીએ તો, સારા અલી ખાન હવે પોતાની માંની સુપર-ડુપર હીટ ફિલ્મ 'ચમેલી કી શાદી'માં કામ કરતી દેખાશે. બહુ જલ્દી સારા આ ફિલ્મનુ શૂટિંગ પણ શરૂ કરી દેશે. રિપોર્ટ પ્રમાણે, સારા અલી ખાને આ ફિલ્મમાં હીરોઇનના રૉલમાં દેખાઇ શકે છે.



નોંધનીય છે કે, 1986માં આવેલી ફિલ્મ 'ચમેલી કી શાદી'માં અમૃતા સિંહે અનિલ કપૂર સાથે કામ કર્યુ હતુ, અને તે સમયે આ ફિલ્મ એકદમ સુપરહીટ સાબિત થઇ હતી.