Sara Ali Khan Trolled: સારા અલી ખાન ઘણીવાર એક યા બીજા કારણોસર ટ્રોલના નિશાના હેઠળ આવે છે. હાલમાં જ તેની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં સારા કહેતી જોવા મળે છે કે તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી રિજેક્ટ કરવામાં આવી છે. હવે આ ક્લિપ પર ટ્રોલ કરનારાઓ કહી રહ્યા છે કે સારા નેપોટિઝમની પેદાશ છે અને ત્યાં નેપોટિઝમ ચાલતું નથી.






 


 


જ્યારે સારા અલી ખાનને ઓક્સફોર્ડમાંથી રિજેક્ટ કરવામાં આવી હતી


સારા અલી ખાને 2019માં ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાના જીવનનો અનુભવ શેર કરતા કહ્યું કે, 'મને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી રિજેક્ટ કરવામાં આવી હતીજે ઈગ્લેંડમાં આવેલી છે. જે માંરૂ સપનું હતું અને તેમાં હું એન્ટ્રી મેળવી શકી નહી અને મને લાગ્યું કે દુનિયા માંરૂ સપનું ખતમ કરવા જઈ રહી છે. તે દિવસે મને ખબર ન હતી કે શું કરવું. મેં પાગલની જેમ રોતી રોતી મારી માતાને ફોન કર્યો અને કહ્યુંમમ્મી મને ઓક્સફોર્ડમાંથી રિજેક્ટ કરવામાં આવી અને મને ખબર નથી કે શું કરવું અને પછી કોમન એપ્સ આવી અને હું કોલંબિયા આવી ગઇ. આ પછી મેં ન્યુયોર્કમાં ત્રણ વર્ષ ગાળ્યા... એ ત્રણ વર્ષ મારા જીવનના શ્રેષ્ઠ વર્ષો હતા. આ કટાક્ષમાં સારા અલી ખાન આગળ કહેતી જોવા મળે છે કે તે ઓક્સફોર્ડ નથી ગઈપરંતુ તે કોલંબિયામાં વધુ ખુશ હતી.


યુઝર્સે ટ્રોલ કરી


સારા અલી ખાનની આ ક્લિપ રેડિટ પર વાયરલ થઈ રહી છે. જેના પર યૂઝર્સ સારાને ઓક્સફોર્ડમાં પસંદગી પર ટ્રોલ કરી રહ્યા છે. આ દરમિયાન એક યુઝરે કોમેન્ટ કરી કે, 'નેપોટિઝમ ત્યાં કામ નથી કરતુંમેમસાબ'. અન્ય એક યુઝરે લખ્યું, 'તેને ઓક્સફોર્ડથી કેવી રીતે રિજેક્ટ કરી શકાયતેના દાદા ત્યાંના છે. હું આશ્ચર્યચકીત થઇ ગયો.


અભિનેત્રી કોલંબિયામાં અભ્યાસ કર્યા બાદ ભારત પરત આવી હતી


તમને જણાવી દઈએ કે સારા અલી ખાન કોલંબિયા યુનિવર્સિટીમાંથી ઈતિહાસ અને રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક થયા બાદ ભારત પરત ફરી હતી. આ પછી તેણે 2018 માં રોમેન્ટિક ડ્રામા કેદારનાથથી બોલિવૂડમાં તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. એક્શન કોમેડી ફિલ્મ સિમ્બા તેની પ્રથમ હિટ ફિલ્મ હતી.