Shaakuntalam First Review: સાઉથ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે. સામંથા રૂથ પ્રભુની 'શાકુન્તલમ'નો ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે, આ ફિલ્મ કાલિદાસની કવિતા 'અભિજ્ઞાન શાકુન્તલમ' એ એક માયથૉલિજીકલ ડ્રામા, પૌરાણિક નાટક પર આધારિત છે. સામંથાની આ મૉસ્ટ અવેટેડ ફિલ્મ 14મી એપ્રિલે એટલે કે, આવતીકાલે થિએટર્સમાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ માટે હાલમાં જ મેકર્સે ક્રિટિક્સ, કેટલાક સિલેક્ટેડ ફેન્સ, ઓડિયન્સ માટે સ્પેશ્યલ પ્રીમિયરની ગોઠવણી કરી હતી. જે પછી ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. જાણો કેવી છે સામંથા રૂથ પ્રભુની 'શાકુન્તલમ' ફિલ્મ....
ઘણા ફેન્સ 'શાકુન્તલમ'ની પ્રસંશા કરી -
કેટલાય ફેન્સે એક્ટ્રેસ સામંથાની આ 'શકુંતલમ' ફિલ્મની પ્રશંસા કરી છે, અને તેને એક સારી પારિવારિક મનોરંજનવાળી ફિલ્મ ગણાવી છે, વળી, કેટલાક ટ્વીટ્સ દ્વારા એવો પણ દાવો કરાયો છે કે, આ એક નબળી ફિલ્મ છે અને ફિલ્મમાં VFX એક મોટી ખામી છે.
કેટલાયને ફિલ્મ પસંદ ના આવી
વળી, કેટલાય લોકોએ ફિલ્મમાં સામંથાના અભિનયની ખુબ પ્રશંસા કરી છે, અને આ ફિલ્મને તેની કેરિયરની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે. કેટલાક લોકો દાવો કરી રહ્યાં છે કે VFX અને CGI સારી રીતે કરવામાં આવ્યું છે. કેટલાકે ટ્વીટ કર્યું છે કે, સ્પેશ્યલ ઇફેક્ટ્સ શાનદાર છે, પરંતુ ટ્રેલરમાં વાયદા મુજબ કંઈ નથી. સેમના કેટલાય ફેન્સનો એવો પણ દાવો છે કે, નેગેટિવ રિવ્યૂ એક્ટ્રેસથી ચીડતા લોકોએ કર્યો છે. જોકે આ ફિલ્મનો અસલી ફિડબેક 14 એપ્રિલે જ ખબર પડશે.
રાજા દુષ્યંત અને શકુન્તલાની છે શાનદાર કહાણી - 'શાકુન્તલમ'
રુદ્રમાદેવી ફેમ ગુનાહસેકરના ડાયેરક્ટરમાં બનેલી 'શાકુન્તલમ'માં દુષ્યંત તરીકે દેવ મોહન, દુર્વાષા મુનિ તરીકે મોહન બાબુ, પ્રિયંવદા તરીકે અદિતિ બાલન અને કણ્વ મહર્ષિ તરીકે સચિન ખેડેકર દેખાશે. વળી, સામંથાએ શકુન્તલાની ભૂમિકા શાનદાર રીત નિભાવી છે. ફિલ્મમાં દુષ્યંત અને શકુન્તલા વચ્ચેની હ્રદયસ્પર્શી પ્રેમ કથા કહે છે, જે દુર્વાષા મુનિના શ્રાપને કારણે મુશ્કેલીઓનો સામનો કરે છે. મણિ શર્માએ ફિલ્મ માટે સંગીત તૈયાર કર્યુ છે, અને જે ગુનાટીમવર્ક્સ અને શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ દ્વારા નિર્મિત કરવામાં આવી છે.