Shabaash Mithu-Hit Box Office Collection: આ શુક્રવારે બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો એક સાથે રિલીઝ થઈ છે. એક ફિલ્મ છે બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુની શાબ્બાશ મિઠ્ઠુ (Shabaash Mithu) અને બીજી ફિલ્મ છે, રાજકુમાર રાવની હિટ - ધ ફર્સ્ટ કેસ (Hit). એ સ્થિતિમાં બોક્સ ઓફિસ પર થયેલી બે ફિલ્મોની ટક્કરથી બંને ફિલ્મોની કમાણી ધીમી પડી ગઈ છે.


'શાબ્બાશ મિઠ્ઠુ' છાપ ના છોડી શકીઃ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજના જીવન પર આધારિત શાબ્બાશ મિઠ્ઠુ બોક્સ ઓફિસ પર પોતાની છાપ નથી છોડી શકી. બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ આ ફિલ્મમાં મિતાલી રાજનું પાત્ર ભજવ્યું છે. પરંતુ ફિલ્મ પહેલા બે દિવસમાં દર્શકોને થિયેટર સુધી નથી લાવી શકી. જેના કારણે શાબ્બાશ મિઠ્ઠુએ પહેલા બે દિવસમાં બોક્સ ઓફિસ પર ફક્ત 1 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે રિલીઝ થયાના પહેલા દિવસે 40 લાખ અને બીજા દિવસે 60 લાખ રુપિયાની કમાણી કરી છે.


રાજકુમાર રાવની HIT નો દમ જોવા મળ્યોઃ
બોલીવુડ એક્ટર રાજકુમાર રાવની સસ્પેંસ થ્રિલર ફિલ્મ હિટ - ધ ફર્સ્ટ કેસની બોક્સ ઓફિસ પર એવરેજ શરુઆત જોવા મળી છે. પહેલા બે દિવસમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 3 કરોડથી વધુની કમાણી કરી છે. રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની આ હિટ ફિલ્મે પહેલા દિવસે 1.35 કરોડ અને બીજા દિવસે 2.01 કરોડનું કલેક્શન કર્યું છે. એવામાં હિટ - ધ ફર્સ્ટ કેસ (Hit-The First Case) કુલ 3.36 કરોડ રુપિયાની બોક્સ ઓફિસ કમાણી કરી ચુકી છે. આવનારા દિવસોમાં રાજકુમાર રાવની આ ફિલ્મની કમાણી વધશે તેવી પુરી શક્યતા છે.


આ પણ વાંચોઃ


Gujarat Rain: અમદાવાદમાં પડેલા ભૂવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ, લોકોએ કહ્યું, આ તો સ્વિમિંગ પુલ બની ગયો