અમદાવાદ: શહેરમાં પડેલા વરસાદથી અનેક જગ્યાએ રસ્તાઓ બિસ્માર બન્યા છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારમાં ભૂવા પણ પડ્યા છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ દરમિયન અમરાઈવાડી પાસે આશરે 30 ફૂટ લાંબો અને 20 ફુટ પહોળો ભૂવો પડ્યો છે. સૌથી નવાઈની વાત એ છે કે આ ભૂવો પડ્યો ત્યારે ત્યાં ઉભેલા વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી. હવે આ ભૂવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભૂવો પડવાને કારણે એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સતત ધમધમતા માર્ગ પર ભૂવો પડવાથી લોકો પરેશાન થયા છે. આ ઉપરાંત રસ્તો બંધ હોવાને કારણે દુકાનદારોએ ગ્રાહકી ગુમાવવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભુવાની નીચે છે ડ્રેનેજ લાઇન હોવાથી આ ભૂવ પડ્યો હોવાની  માહિતી સામે આવી છે. અગાઉ થયેલા કામમાં ડ્રેનેજમાં પુરાણ બરોબર ન થતા ભુવો પડ્યો છે.


 



તો બીજી તરફ અમદાવાદનો બોપલ ઘુમા વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ થયો છે. જેના કારણે અહીંના સ્થાનિકો નગરપાલિકાની સરખામણીએ કોર્પોરેશનમાં વધુ ટેક્સ ચૂકવે છે. ત્યારે સારા રસ્તાઓની સ્વાભાવિક રીતે જ તેમને અપેક્ષા હોય છે. પરંતુ પ્રશાસનના પાપે અહીંના સ્થાનિકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. સાઉથ બોપલમાં આવેલ ફ્લોરા ઇક્ઝોરા એપાર્ટમેન્ટ પાસેનો આખો રસ્તો ડિસ્કો રોડ બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અહીંના રસ્તા પર હજુ પણ પાણી ભરાયેલા છે સાથે જ ઉબડખાબડ રસ્તામાં વાહન ચાલકો વાહન ચલાવવા મજબૂર બન્યા છે. આ પ્રકારના ઉબડખાબડ રસ્તામાં વાહન ચલાવવાથી ચાલકોની કમર તુટવાનું નક્કી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે.


અમદાવાદમાં વધી રહેલી રોડ રસ્તાની ફરિયાદને ધ્યાનમાં રાખીને શહેરની વર્તમાન સ્થિતિ અંગે AMCની મહત્વની બેઠક યોજાવાની છે. મ્યુનિસિપલ કમિશનર સહિતના DYMC બેઠકમાં હાજર રહેશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,વોટર કમિટી ચેરમેન અને રોડ કમિટી ચેરમેન પણ હાજર રહેશે. આ બેઠકમાં અમદાવાદ શહેરમાં એક સપ્તાહમાં પડેલા 3600 નાના મોટા ખાડાઓ અંગે સમીક્ષા કરવામાં આવશે આગામી બે સપ્તાહમાં રોડના કાર્ય પૂર્ણ કરવા આદેશ કરવામાં આવશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ ઉપરાંત આ બેઠકમાં ઈજનેર વિભાગનો ઉધડો લેવાય તેવી પુરી શક્યતાઓ છે. આ બેઠક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળશે.


આ પણ વાંચો...


India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ


Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત


Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત


Gandhinagar: ગુજરાતને ફાટકમુક્ત બનાવવા 443 કરોડના કામોને મંજૂરી, જુનાગઢમાં આ જગ્યાએ બનશે રેલ્વે અંડરબ્રીજ


Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા