Shah Rukh Khan On Salman Khan: શાહરૂખ ખાન અને સલમાન ખાને 'હમ તુમ્હારે હૈ સનમ', 'કરણ અર્જુન', 'હર દિલ જો પ્યાર કરેગા' જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ દિવસોમાં શાહરૂખ ખાન પોતાની ફિલ્મ 'જવાન'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. તેની આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે શાહરૂખ ખાનને આટલી પ્રસિદ્ધિ મેળવવા પાછળ કોનો હાથ છે? આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ કર્યો છે.


શાહરૂખ ખાન 'દસ કા દમ'ના એક એપિસોડ દરમિયાન સલમાન ખાન સાથે સ્ટેજ પર દેખાયો અને પછી તેણે તેની સફળતા માટે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનનો આભાર માન્યો હતો. શાહરૂખ કહે છે, 'જ્યારે હું પહેલીવાર મુંબઈ આવ્યો હતો, ત્યારે હું તમને એક વાત કહું જે બહુ ઓછા લોકો જાણે છે કે તેણે અને તેના પરિવારે મારા મોટા ભાઈ કરતાં વધુ મારી સંભાળ લીધી.


શાહરૂખ ખાને કહ્યું, સલમાન ખાનનો આભાર
શાહરૂખ ખાને વધુમાં કહ્યું કે, મેં માત્ર ધક્કા જ નછી ખાધા, મેં તેમના ઘરનું ખાવાનું પણ ખાધું છે. સલીમ અંકલે મારી સાથે એકવાર વાત કરી અને મને આશીર્વાદ આપ્યા અને હું ખરેખર કહેવા માંગુ છું કે મેં તેમના ઘરનું ખાધુ છે તેથી જ હું આજે અહીં ઉભો છું અને શાહરૂખ ખાન બન્યો છું. ખુબ ખુબ આભાર.' શાહરૂખની વાત સાંભળીને સલમાન ખાને કહ્યું, 'આ સારા શબ્દો માટે આભાર શાહરૂખ, અને તારી કિસ્મત તારી છે અને તારી કિસ્મત તારાથી કોઈ છીનવી નહીં શકે.


સલમાન-શાહરુખનું વર્ક ફ્રન્ટ
આ દિવસોમાં શાહરૂખ ખાન તેની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'જવાન'ને કારણે ચર્ચામાં છે. આ પછી તે આ વર્ષે 22 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ 'ડંકી'માં જોવા મળશે. જ્યારે સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ પણ જોવા મળશે. શાહરૂખ ખાનના કેમિયોના પણ સમાચાર છે. આ સિવાય ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર શાહરૂખ અને સલમાન રિતિક રોશન સાથે ફિલ્મ 'વોર 2'માં એકસાથે સ્ક્રીન પર જોવા મળવાના છે.