Shah Rukh Khan Requests To South Stars: શાહરૂખ ખાન ફક્ત બોલિવૂડમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેમજ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે શાહરૂખના દરેક જગ્યાએ ફેન્સ છે અને હવે શાહરૂખ ખાને એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. દુબઈમાં યોજાનાર કાર્યક્રમમાં તેમણે પોતાના દક્ષિણ ભારતીય મિત્રોને એક ખાસ વિનંતી કરી છે જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ભારતના પ્રજાસત્તાક દિવસે સુપરસ્ટાર શાહરૂખ ખાને દુબઈના ગ્લોબલ વિલેજમાં સ્ટેજ પર સિનેમામાં પોતાના 29 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી. હવે, આ ઇવેન્ટમાંથી શાહરૂખે દક્ષિણના સુપરસ્ટાર્સને કરેલી વિનંતી ખૂબ વાયરલ થઈ રહી છે. શાહરૂખ ખાને દક્ષિણના કેટલાક મોટા સ્ટાર્સને પોતાના મિત્રો ગણાવ્યા અને તેમના ડાન્સ મૂવ્સ વિશે પણ વાત કરી અને તેમની મજાક ઉડાવી.

શાહરૂખ ખાને દક્ષિણના સ્ટાર્સને વિનંતી કરીએક વીડિયોમાં શાહરૂખે પોતાના દક્ષિણ ચાહકોનો ઉલ્લેખ કરતા કહ્યું, 'મારા બધા ચાહકો જે દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, આંધ્ર, તેલંગાણા, તમિલનાડુના છે, ત્યાં મારા ઘણા મિત્રો છે. અલ્લુ અર્જુન, પ્રભાસ, રામ ચરણ, યશ, મહેશ બાબુ, થલાપતિ વિજય, રજનીકાંત અને કમલ હાસન. હું તેને વિનંતી કરું છું કે તે આવા ઝડપી ડાન્સ મૂવ્સ કરવાનું બંધ કરે કારણ કે મારા માટે આ મૂવ્સ કરવાનું મુશ્કેલ બની જાય છે.

શાહરુખ ખાન વર્ક ફ્રન્ટવર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન છેલ્લે 2023 માં આવેલી ફિલ્મ 'ડંકી' માં જોવા મળ્યો હતો. હવે તે 'કિંગ' ફિલ્મમાં જોવા મળશે. આ એક્શનથી ભરપૂર ફિલ્મનું દિગ્દર્શન પઠાણના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે તેમની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે. શાહરુખના ફેન્સ તેમની આ આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જમાવી દઈએ કે, શાહરુખ આગળની ત્રણેય ફિલ્મ પઠાણ,જવાન અને ડંકી હીટ રહી હતી.

આ પણ વાંચો...

Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો