શાહરૂખ ખાન સાથે જોડાયેલી દરેક વસ્તુ તેના ચાહકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. કિંગ ખાનના ઘરના પ્રવેશદ્વારને તાજેતરમાં નવો લુક આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગુમ થયેલી મન્નતની નેમ પ્લેટ તાજેતરમાં જ દરવાજાની બંને બાજુએ ફરી એકવાર લગાવવામાં આવી છે. પરંતુ આ વખતે તેને એકદમ નવો અને અલગ લુક આપવામાં આવ્યો છે. જેને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
ગૌરી ખાને નેમ પ્લેટને આ વખતે ડાયમંડ લુક આપ્યો
જ્યારે મન્નતની અગાઉની નેમ પ્લેટ કાળા કલરની હતી. હવે તેને LED સાથે 'ડાયમંડ' લુક આપવામાં આવ્યો છે. મન્નતના દરવાજાની એક તરફ જ્યાં અંગ્રેજીમાં 'મન્નત' લખેલું છે, તો બીજી બાજુ ગૌરી ખાને 'લેન્ડસ એન્ડ' લખેલું છે. ગૌરી ખાને જાતે ડિઝાઇન કરેલી આ નેમ પ્લેટએ શાહરૂખ ખાનના સપનાના ઘરને સંપૂર્ણપણે નવો લુક આપ્યો છે...
ટ્વિટર પર ટ્રેડ કરી રહ્યું છે હેશ ટેગ #Mannat
એક તરફ નવી નેમ પ્લેટ લગાવ્યા બાદ શાહરૂખ ખાનના ઘરની બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી અને લોકો કિંગ ખાનના બંગલાની બહાર સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ થોડી જ વારમાં માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર #Mannat ટ્રેન્ડ થવા લાગ્યું હતું. લોકો શાહરૂખ ખાનના બંગલાની નવી નેમ પ્લેટ અને અન્ય બાબતોની ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
ચાહકો 'જવાન' અને 'પઠાણ'ની જોઈ રહ્યા છે રાહ
શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ 'જવાન' અને 'પઠાણ' ફિલ્મોમાં કામ કરતો જોવા મળશે. બંને ફિલ્મો જબરદસ્ત એક્શન એન્ટરટેઈનર હશે. જેની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જ્યાં એક તરફ પઠાણનો ટ્રેલર વીડિયો તાજેતરમાં રિલીઝ થયો છે. તો બીજી તરફ ચાહકો હજુ પણ 'જવાન'ના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.