મુંબઇઃ દુનિયાભરમાં લોકોએ નવા વર્ષ 2020ની ધામધૂમથી ઉજવણી કરી. આમાં સેલિબ્રિટીઝથી લઇને દિગ્ગજો પણ પણ સામેલ થયા હતા. બૉલીવુડના કિંગ ખાને પણ પોતાના સાથીઓને એક ગ્રાન્ટ પાર્ટી આપી, આ પાર્ટી માત્ર 2020ની ઉજવણીની જ હતી. તેની કેટલીક તસવીર પણ સોશ્યલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થઇ રહી છે.

શાહરૂખ ખાને નવા વર્ષ 2020ની પાર્ટી પોતાના ઘરે 'મન્નત'માં જ આપી હતી, પાર્ટીમાં કેટલાક બૉલીવુડ સ્ટાર્સ અને સેલેબ્સ જોડાયા હતા. બધાએ ખુબ મસ્તી કરી હતી.


શાહરૂખની New Year Party 2020માં પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના ખાન, દીકરો અબરામ અને અનન્યા પાંડે, સંજય કપૂર સહિતના સ્ટાર્સે ખુબ મસ્તી કરી હતી.