દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર શેર કરી મૂછવાળી તસ્વીર, થઈ વાયરલ
abpasmita.in | 01 Jan 2020 09:06 PM (IST)
દીપિકાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર બાળપણની એક ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં તેના ચહેરા પર મૂછો લગાવેલી છે.
મુબંઈ: બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે નવા વર્ષના ખાસ અવસર પર સોશિયલ મીડિયા પર પોતાની બાળપણની એક તસવીર પોસ્ટ કરી હતી. જે ખૂબ વાયરલ થઈ રહી છે. દીપિકાની આ તસવીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. વાસ્તવમાં દીપિકાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર બાળપણની એક ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં તેના ચહેરા પર મૂછો લગાવેલી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું કે, “તમારા વિચારો અને કાર્યોમાં હંમેશા સ્પષ્ટતા હોય. હેપ્પી 2020.” દીપિકાની આ તસવીરને અત્યાર સુધી લાખો લાઈક્સ મળી ચુકી છે. તેના ફેન્સ મૂછવાળી તસવીર પર ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે. સાથે નવા વર્ષની શુભકામનાઓ પણ આપી રહ્યાં છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા હાલ અપકમિંગ ફિલ્મ ‘છપાક’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. મેઘના ગુલજારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ટ્રેલરે પહેલેથી જ ફેન્સનું દિલ જીતી લીધું છે. આ સિવાય તે પતિ રણવીર સિંહ સાથે કબીર ખાનની ફિલ્મ ‘83’ માં નજર આવશે. જે 10 એપ્રિલે રિલીઝ થશે. હાર્દિક પંડ્યા સાથે સગાઇ કરનારી એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિચ કોણ છે? અજય દેવગણ સાથે કરી ચૂકી છે કામ