Shah Rukh Khan NGO Donates To Anjali Singh Family: સુપરસ્ટાર શાહરૂખ ખાન માત્ર અભિનય માટે જ નહીં પરંતુ તેની ઉદારતા માટે પણ જાણીતો છે. હવે તેમની એનજીઓ મીર ફાઉન્ડેશન દિલ્હીમાં ગંભીર કાર અકસ્માતમાં મોતને ભેટેલી અંજલિ સિંહના પરિવારની મદદ માટે આગળ આવી છે. અંજલિ સિંહે નવા વર્ષમાં જીવ ગુમાવ્યો હતો. અંજલિ સિંહને કારની નીચે 12 થી 13 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. 


હવે બોલિવુડ કિંગખાન શાહરૂખ ખાનની એનજીઓએ મદદ માટે હાથ લંબાવ્યો છે જેથી કરીને અંજલિનો પરિવાર આ મુશ્કેલ સમયમાં તેનો ખર્ચ ઉઠાવી શકે. જાહેર છે કે, થોડા સમયમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ પઢાણ રિલિઝ થવા જઈ રહી છે. હાલ શાહરૂખ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.


શાહરૂખ ખાન એનજીઓએ અંજલિના પરિવારને કરી મદદ


દિલ્હીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, શાહરૂખ ખાનના મીર ફાઉન્ડેશને અંજલિ સિંહના પરિવારને મોટી રકમ દાનમાં આપી છે. જો કે કેટલી રકમ આપવામાં આવી છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. અંજલિ તેના ઘરની એકમાત્ર કમાણી કરતી છોકરી હતી, જે તેના પરિવારનો ખર્ચ ચલાવતી હતી. મીર ફાઉન્ડેશને આ પગલું ખાસ કરીને અંજલિ સિંહની માતા કે જેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને તેના ભાઈ-બહેનો માટે ઉઠાવ્યું છે.


ફાઉન્ડેશન મહિલાઓની મદદ માટે કરે છે કામ 


શાહરૂખ ખાને તેના સ્વર્ગસ્થ પિતા મીર તાજ મોહમ્મદના નામ પર એનજીઓ મીર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જેનો ઉદ્દેશ્ય ગ્રાઉન્ડ લેવલ પર પરિવર્તન લાવવાનો છે અને આ ફાઉન્ડેશન મહિલાઓને સશક્ત બનાવવાનું કામ કરે છે. આ હેતુ માટે ફાઉન્ડેશન દ્વારા અંજલિના પરિવારને આ દાન આપવામાં આવ્યું છે.


શાહરૂખ ખાનની આગામી ફિલ્મો


શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ પઠાણની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે. જેમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે. આ ઉપરાંત વર્ષ 2022માં શાહરૂખ ખાનની 'જવાન' અને 'ડાંકી' જેવી ફિલ્મો રિલીઝ થશે. 'જવાન'નું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલી કરી રહ્યા છે. જ્યારે રાજકુમાર હિરાણી 'ડેંકી' બનાવી રહ્યા છે.