મુંબઇઃ બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ આજકાલ ખુબ ચર્ચામાં છે.સુત્રો અનુસાર યશરાજ ફિલ્મ્સ સ્ટૂડિયોના 50 વર્ષ પુરા થવાના પ્રસંગે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. જ્યાં પહેલા માત્ર શાહરૂખ ખાનનુ નામ સામે આવી રહ્યું હતુ. વળી હવે સુત્રોનુ માનીએ તો આ ધમાકેદાર એક્શન થ્રિલર ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે જૉન અબ્રાહમ પણ દેખાશે.

વળી, છેલ્લા થોડાક દિવસોથી કહેવામાં આવી રહ્યુ હતુ કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ બન્નેની સાથે કામે કરતો દેખાશે. હવે લાગે છે કે બન્ને આ ફિલ્મમાં માટે સાથે આવવાના છે. દીપિકાએ હજુ પઠાણ ફિલ્મ સાઇન નથી કરી. આ સમયે ફિલ્મના પ્રી પ્રૉડક્શનને લઇને કામ કરવામાં આવી રહ્યું છે.



સિદ્ધાર્થી આનંદ એકવાર ફરીથી એક્શને પક્ડ ફિલ્મ લઇને આવી રહ્યાં છે. શાહરૂખ ખાન યશરાજ ફિલ્મની આગામી ફિલ્મ પઠામમાં એક્શન અવતારમાં દેખાશે. આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરશે. ફિલ્મનુ શૂટિંગ આગામી જાન્યુઆરીથી શરૂ કરશે, વળી જૉન અબ્રાહમ પોતાની પિલ્મ સત્યમેન જયતે 2ના શૂટિંગ બાદ માર્ચમાં શાહરૂખને જૉઇન કરી લેશે.



સિદ્ધાર્થ આનંદની ફિલ્મને લઇને કહેવાઇ રહ્યુ છે કે ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રૉલમાં હશે, અને જૉન અબ્રાહમ પણ મુખ્ય રૉલમાં હશે. સુત્રો અનુસાર ફિલ્મમાં શાહરૂખ અને જૉન અબ્રાહમ એકબીજાના દુશ્મન હશે.