બોલિવૂડના બાદશાહ શાહરૂખની દીકરી જ્યારથી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ છે, ત્યારથી તે તેમની પોસ્ટને લઇને ચર્ચામાં રહે છે. સુહાના સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ફેન્સને તેમની રૂટિન લાઇફથી અવગત કરાવતી રહે છે. આટલું જ નહીં તે સામાજિક મુદ્દા પર પણ પોતાના અભિપ્રાય વ્યક્ત કરે છે.

સુહાના લખે છે ડાયરી

સુહાનાએ હાલ તેમની કેન્ડલ લાઇટ સાંજની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સુહાનાના હાથમાં એક કાળી ડાયરી પણ જોવા મળે છે. આ ડાયરીને જોતા યુઝ્રર્સ વિચારી રહ્યાં છે કે, આ સ્ટાર કિડસ પણ ડાયરી લખી રહી છે. ફેન્સ જાણવા ઇચ્છે છે કે, સુહાનાએ તેમની પર્સનલ ડાયરીમાં શું લખ્યું છે.


અમેરિકી એક્ટર જેમ્સ ડીનની છે દિવાની

સુહાનાને વાંચવાનો ખૂબ જ શોખ છે. તે  અમેરિકી દિવંગત એક્ટર જેમ્સ ડીનને ખૂબ પસંદ કરે છે. તેમણે જુલાઇ 2020માં જેમ્સ ડીનની બુક રીડ કરતી એક તસવીર પણ શેર કરી હતી.