Ranbir Kapoor Shamshera Teaser OUT: રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્તની બહુચર્ચિત ફિલ્મ 'શમશેરા' હવે રીલીઝ થવા માટે તૈયાર છે. થોડા દિવસ પહેલાં રણબીરે ફિલ્મમાં પોતાના લૂકનું પોસ્ટર જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે આજે શમશેરાનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર એટલું દમદાર છે કે તેને જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. સંજય દત્તના લુક સાથે ટીઝરની શરુઆત થાય છે અને ખાખી વર્દીમાં લાંબી ચોટલીમાં દેખાતો સંજય દત્ત લોકો પર કહેર વરસાવી રહ્યો છે. તો ઘોડા પર સવાર 'ડાકુ' રણબીર કપૂરની એન્ટ્રી પણ તમને ચોંકાવી દેશે.


શમશેરાનું દમદાર ટીઝરઃ
શમશેરાના આ ટીઝરમાં તમને ફિલ્મનો દમદાર ડાયલોગ પણ સાંભળવા મળશે. 'કર્મ સે ડકૈત, ધર્મ સે આઝાદ' આ ડાયલોગ રણબીર કપૂરના અવાઝમાં છે. આ ડાયલોગથી સ્પષ્ટ થઈ ગયું છે કે, સંજય દત્તના અત્યાચારોથી આઝાદ કરાવા માટે રણબીક ડાકુના રુપમાં લોકોનો તારણહાર બનીને આવશે. ફિલ્મનું ટીઝર ખુબ જ દમદાર છે. તો વાણી કપૂરે આ ટીઝર શેર કરીને શમશેરાના ટ્રેલરની રીલીઝ તારીખ જાહેર કરી છે.


આ દિવસે રીલીઝ થશે શમશેરાનું ટ્રેલરઃ
શમશેરાનું ટ્રેલર 24 જૂનના રોજ રીલીઝ થવાનું છે. ફિલ્મમાં વાણી કપૂર નર્તની (ડાન્સર)ના રોલમાં જોવા મળશે અને તેના પર શમશેરાનું દિલ આવી જાય છે. કરણ મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂરનો ડબલ રોલ પણ જોવા મળશે. હિન્દીની સાથે આ ફિલ્મ તમિલ અને તેલુગૂ ભાષામાં પણ રીલીઝ થશે.