Shanaya Kapoor Look hot In Her Topless Photoshoot: સંજય કપૂરની લાડલી દિકરી શનાયા કપૂરે તાજેતરમાં શેર કરેલી ટોપલેસ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ધડક સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી શનાયા કપૂરે તાજેતરમાં ઈન્સ્ટા પર તેના ડેનિમ લૂકના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં અભિનેત્રી બેગી જીન્સ અને જેકેટ પહેરેલી જોવા મળે છે. આ ટોપલેસ ફોટોશૂટમાં શનાયા કપૂરે તેના જેકેટથી તેને યોગ્ય દેખાવાનો પ્રયાસ કર્યો છે. મહિપ કપૂરની દિકરી  શનાયાની સુંદરતા જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે શનાયા કપૂરે કેપ્શનમાં લખ્યું- સ્પપપપપ....




શનાયા કપૂરે લક્ઝરી બ્રાન્ડ બાલેન્સિયાગાનું જેકેટ પહેરીને પોતાની હોટ સ્ટાઈલ બતાવી છે. શનાયાના આ લુકને શાશા જયરામે સ્ટાઇલ કર્યો છે. શનાયા કપૂરની આ તસવીરો પર ફેન્સ સતત લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે, સાથે જ બોલિવૂડ સ્ટાર્સ પણ શનાયાના આ લુક પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.


શનાયાની પિતરાઈ બહેન ખુશી કપૂરે તેની આ તસવીર પર સેક્સી કમેન્ટ કરી છે.. જ્યારે અનન્યા પાંડે તેનો લુક જોઈને કહે છે કે-  ઈંતરાજનું ફળ મીઠું હતું.. મહિપ કપૂરે પણ દીકરીની તસવીર પર કમેન્ટ કરી માય લવ લખેલું છે. અર્પિતા મહેતાએ પણ ફાયર ઇમોજી શેર કરીને ઉત્સાહ દર્શાવ્યો છે.




શનાયા કપૂરની આ તસવીરો પર ફેન્સની પ્રતિક્રિયા પણ જોરદાર જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે- જ્યારે તમે આ તસવીરો અપલોડ કરી ત્યારે હું કોચિંગ સેન્ટરમાં હતો પરંતુ તસવીરો જોયા બાદ મને ભણવાનું મન થતું નથી.. તો બીજા યૂઝરે લખ્યું કે - અદ્ભુત...