મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કેટલાક બૉલીવુડ સ્ટાર્સ આ મામલે કેટલાક લોકોને દોષી ગણાવી રહ્યાં છે. એક્ટ્રેસ કંગના રનૌતે ખુલીને સામેની સુશાંત કેસને આત્મહત્યા નહીં પરંતુ મર્ડર ગણાવી હતુ. કંગનાએ કરણ જૌહર, આદિત્ય ચોપડા સહિત કેટલાક પ્રૉડક્શન્સ હાઉસ પર આરોપ લગાવ્યો હતો, આ વાતનુ સમર્થન શત્રુઘ્ન સિન્હાએ કર્યુ હતુ.

પરંતુ હવે શત્રુઘ્ન સિન્હાએ આ મામલે ફિલ્મ મેકર કરણ જોહરનો બચાવ કર્યો છે, તેમને કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં કરણ જૌહર પર આરોપ લગાવવો યોગ્ય નથી. તેમને કહ્યું કે કરણ જૌહર કોઇની પણ કેરિયર ખતમ નથી કરી શકતો. બૉલીવુડ હંગાંમામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિન્હાએ આ વાત કહી હતી.

શત્રુઘ્ન સિન્હાએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કરણ જૌહરને દોષી ઠેરવવો અનુચિત અને નિરર્થક છે. કેરિયર બનાવવી અને તોડવા માટે કરણ જૌહર કોણ છે? મને નથી લાગતુ તે ખુદને આ રીતે જોતો હોય..



શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું કે, આલિયા ભટ્ટ અને વરુણ ધવન જેવા સ્ટાર કિડ્સને લૉન્ચ કરવા ઉપરાંત, કરણે નવા ફિલ્મ મેકર્સને પણ કામ આપ્યુ છે. તેમને કહ્યું કે, મને નથી લાગતુ કે કોણપણ તમારા નસીબને બગાડી શકે છે, જે કિસ્મતમાં લખ્યુ હોય તે જ થશે. જ્યારે હું પટનાથી મુંબઇ આવ્યો હતો ત્યારે મારા ખિસ્સામાં પણ થોડાક પૈસા હતા, પણ હું એક્ટર બનવા માટે દ્ગઢ હતો, મે પણ ઘણુ અપમાન સહન કર્યુ, હું તેને નથી ભૂલી શકતો.

જોકે, શત્રુઘ્ન સિન્હાએ સુશાંત સિંહ રાજપૂતને બૉલીવુડનો એક સક્સેસ એક્ટર પણ ગણાવ્યો હતો.