ઈડી સુશાંત રાજપૂતના રૂપિયા અને તેના બેંક ખાતાના કથિત દુરપયોગના આરોપની તપાસ કરી રહી છે. આ દરમિયાન આજે કેન્દ્ર સરકારે બિહાર સરકારની ભલામણ પર સીબીઆઈને સુશાંત સિંહ રાજપૂત મોત મામલાની તપાસ સોંપી દીધી છે. આ મામલાને લઈ મહારાષ્ટ્ર અને બિહાર પોલીસમાં ઘણો વિવાદ જોવા મળ્યો છે.
દિવંગત અભિનેતાના પિતા કેકે સિંહે પટના શહેરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 306, 341, 342, 380, 406 અને 420 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. સુશાંતના પિતાએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે રિયા, તેના પરિવારજનો અને સહયોગી કર્મચારીઓએ ષડયંત્ર રચી મારા દીકરાને ફસાવ્યો અને છેતર્યો હતો.
સુશાંતના પિતાએ કહ્યું, રિયા સુશાંત સાથે રહેતી હતી. 8 જૂનના રોજ ઘરમાંથી રોકડ, લેપટોપ, એટીએમ કાર્ડ, જ્વેલરી, ઘણો સામાન અને સારવારના કાગળ સહિત અન્ય દસ્તાવેજો લઈને જતી રહી હતી. મારા પુત્રના બેંક એકાઉન્ટમાંથી ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયા અજ્ઞાત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ટ્રાન્ઝેક્શનની તપાસ ઈડી કરી રહી છે.
ગુજરાતમાં આજે 1073 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 66 હજાર 777 પર પહોંચી
પ્રવાસીઓની પસંદગીના આ રાજ્યમાં આવતાં લોકોએ ફરજિયાત 14 દિવસ થવું પડશે ક્વોરન્ટાઈન, જાણો વિગત
રામ મંદિર ભૂમિ પૂજનઃ મોદીએ પૂજા કરી ત્યાં 450 વર્ષ પહેલા મસ્જિદ હતીઃ ઓવૈસી