મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતમાં આવેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલી રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઇકોર્ટે જામીન આપી દીધા છે. રિયા 28 દિવસ બાદ જેલમાંથી બહાર આવી છે, પરંતુ હજુ સુધી સુશાંતના મોતને લઇને કોઇ સૉલ્યૂશન કે નિકાલ આવ્યો નથી. સુશાંત મોતને લઇને સબૂતો અને રિયાને મળેલા જામીન પર બૉલીવુડ અભિનેતા શેખર સુમન ભડક્યો છે. જોકે, કેટલીક સેલેબ્સે રિયાના જામીન પર આનંદ વ્યક્ત કર્યો છે.

શેખર સુમને ટ્વીટ કરીને લખ્યું- આપણે સીબીઆઇ પર બહુ વધુ પડતો વિશ્વાસ કરીએ છીએ, મને લાગે છે કે સીબીઆઇએ બધુ જ કર્યુ હશે.... પરંતુ કેસને ખુબ મોડેથી સીબીઆઇને સોંપવામાં આવ્યો, તેમને કેટલાક સબૂતોને શોધવામાં ખુબ મહેનત કરી છે પરંતુ મને અંદાજો છે કે તે બહુ મોડુ થઇ ગયુ છે.



શેખર સુમને ટ્વીટ કરીને લખ્યુ- રિયાને જામીન મળી ગયા છે. સીબીઆઇ અને એઇમ્સ રિપોર્ટમાં વિરોધાભાસ નથી મળ્યો. મિરાંડા અને દીપેશને જામીન મળી ગયા, કોઇ બીજી ફૉરેન્સિક ટીમનુ ગઠન નથી થયુ. બધુ ખતમ, ઘરે ચાલો? વળી, બીજા એક ટ્વીટમાં તેમને નિરાશા દર્શાવી અને ઇશ્વરમાં વિશ્વાસ રાખ્યો છે. તેની સાથે તેમને ચમત્કાર થવાની આશા રાખી છે.



શેખર સુમને ટ્વીટ કરીને લખ્યું- હું બહુજ નિરાશ છું.... ગુસ્સો અને એકલાપણુ અનુભવી રહ્યો છુ, પરંતુ કોઇ વાત નહીં. ભગવાન ઉપર છે. આપણે તેના પર છોડી દઇએ છીએ. ચમત્કાર થશે.

ફાઇલ તસવીર

ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે બૉમ્બે હાઇકોર્ટે રિયાની જામીન અરજી પર સુનાવણી કરતા રિયાને જામીન આપી દીધા, વળી, રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તી, અબ્દુલ બાસિત પરિહાર, દીપેશ સાવંત અને સેમ્યૂઅલ મિરાંડાની જામીન અરજી ફગાવી દેવાઇ છે.