Pornography Case: અશ્લિલ ફિલ્મ મામલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને મુંબઈની એક કોર્ટે આજે જામીન આપ્યા છે. કુંદ્રાએ શનિવારે જામીન અરજી દાખલ કરી દાવો કર્યો હતો કે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. આ મામલે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેની વિરુદ્ધમાં કોઈ પૂરાવા નથી.




આ મામલે તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાંચએ કુંદ્રા અને ત્રણ અન્ય લોકો સામે કથિત રીતે અશ્લિલ ફિલ્મ બનાવવા અને કેટલીક એપની મદદથી પ્રસારિત કરવાના આરોપમાં હાલમાં પૂરક આરોપ પત્ર દાખલ કર્યું હતું.


રાજ કુંદ્રાની 19 જૂલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધમાં ભારતીય દંડ સંહિતા અને સૂચના પ્રોદ્યોગિકી અધિનિયમની અલગઅલગ કલમો મૂજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.


રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં તેને 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો. તે પછી જિલ્લા કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારથી તે જેલમાં જ હતો.  તેની એક જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. રાજ કુંદ્રા પર શર્લિન ચોપરાથી લઇને પૂનમ પાંડે સુધીની અભિનેત્રી અને મોડલોએ ગંભીર આરોપો લગાવ્યા હતા. મુંબઈ સાયબર પોલીસમાં 2020ના વર્ષમાં આ કેસ દાખલ થયો હતો.


ચાર્જશીટ પ્રમાણે શિલ્પાએ મુંબઈ પોલીસને કહ્યું છે કે રાજ કુંદ્રા શું કામ કરે છે એ વિશે એને કશી ખબર જ નહોતી, કારણ એ પોતાનાં જ કામોમાં અત્યંત વ્યસ્ત હતી. શિલ્પાએ કહ્યું છે, 'હું મારાં કામમાં જ વ્યસ્ત હતી અને રાજ કુંદ્રા શું કહે છે એ મને કશી જ ખબર જ નહોતી.' શિલ્પાએ એવું પણ કહ્યું કે વિવાદાસ્પદ એપ 'હોટશોટ્સ' કે 'બોલિફેમ' વિશે પણ તેને કશી જ ખબર નહોતી. બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રના કારણે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. અંતે હવે લાંબા સમય બાદ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને જામીન મળી ગયા છે.