મુંબઇઃ બૉલીવુડ સેલિબ્રિટીઓમાં ખુબ ઓછા લોકો છે જેને સોશ્યલ મીડિયા પર વધુ ફોલોઅર્સ મેળવ્યા હોય, આ લિસ્ટમાં હવે હૉટ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનુ નામ પણ ઉમેરાઇ ગયુ છે. તાજેતરમાંજ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પાંચ કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે. આવામાં શ્રદ્ધાએ હિન્દી, અંગ્રેજી અને મરાઠી ત્રણેય ભાષાઓમાં એક હસ્તલિખીત નૉટ શેર કરીને પોતાના ફેન્સનો આભાર માન્યો છે.

હિન્દીમાં શ્રદ્ધાએ લખ્યું છે- મારા બધા પ્યારા જેમ્સ, ફેન ક્લબ્સ અને શુભચિંતકો, મેં તમારા બનાવેલા બધા વીડિયો અને પૉસ્ટ જોઇ, તમારા બધાના પ્રેથી હુ અભિભૂત છું. તમારા કારાણે છું. હું તમારા બધાને ઘણોબધો પ્રેમ અને ખુશી અને શાંતિની શુભકામના આપુ છું. કૃપા તમારી જાતનો ખુબ સારા ખ્યાલ રાખો અને એકબીજા સાથે પ્રેમ ભાવથી રહો. આભાર, આભાર, આભાર, 50 મિલિયન પાર... શ્રદ્ધાએ પોતાની આ વાતને મરાઠી અને અંગ્રેજીમાં કહી.



શ્રદ્ધા કપૂર દ્વારા આ મુકામ હાંસલ કરવાનુ એક ખાસ કારણ એ છે કે તે પોતાના પ્રભાવનો ઉપયોગ હેશટેગલૉકડાઉનજૂ જેવી પોતાની પહેલ માટે કરે છે, અને પોતાના ફેન્સને સમય સમય પર આગ્રહ કરે છે કે તે જાનવરો બચાવવા માટે જેટલી બની શકે તેટલી મદદ કરો. શ્રદ્ધા પર્યાવરણને લઇને પણ લોકોમાં જાગૃતિ લાવવા ખુબ પ્રયાસો કરી રહી છે.

શ્રદ્ધા બહુ જલ્દી રણબીર કપૂરની સાથે લવ રંજનના નિર્દેશનમાં બનેલી આગામી ફિલ્મામાં દેખાશે.