Shreyas Talpade News: બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે માટે વર્ષ 2023 ખૂબ જ ખરાબ રહ્યું. કારણ કે શ્રેયસને 14મી ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ ડોક્ટરે તેની એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી. પરંતુ હવે અભિનેતા એકદમ સ્વસ્થ છે. તાજેતરમાં શ્રેયસ તલપડેએ હાર્ટ એટેક વિશે વાત કરી અને કહ્યું કે તે કોવિડ -19 રસીની આડ અસર હોઈ શકે છે.


 




શું રસીના કારણે શ્રેયસને હાર્ટ એટેક આવ્યો હતો?


શ્રેયસે કહ્યું કે તેણે તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું અને છતાં તેને હાર્ટ એટેક આવ્યો. શ્રેયસે કહ્યું કે તે એ વાતનો ઇન્કાર કરી શકતો નથી કે રસી લીધા પછી લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના વિશે વાત કરતાં શ્રેયસે કહ્યું, 'હું સિગારેટ પીતો નથી, હું નિયમિત રીતે ડ્રિંક નથી કરતો, હું કદાચ મહિનામાં એક કે બે વાર પીઉં છું. તંમાકુ નથી ખાતો.


આગળ વાત ચાલુ રાખતા, અભિનેતાએ કહ્યું કે, 'હા, મારું કોલેસ્ટ્રોલ થોડું વધી ગયું હતું, જે મને કહેવામાં આવ્યું હતું કે તે હવે સામાન્ય છે. હું આ માટે દવા લેતો હતો અને તે ઘણી હદ સુધી ઘટી ગયું હતું. મને ડાયાબિટીસ નથી, બ્લડ પ્રેશરની કોઈ સમસ્યા નથી, તો પછી મારા હાર્ટ એટેકનું કારણ શું હોઈ શકે?'


'મને થાક લાગવા લાગ્યો'


શ્રેયસે આગળ કહ્યું, તેમણે કહ્યું કે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવા છતાં જો આવું થાય છે તો તેનું બીજું કોઈ કારણ હોવું જોઈએ.  'હું આ સિદ્ધાંતને નકારી શકું નહીં કે કોવિડ-19 પછી જ મને થોડો થાક લાગવા લાગ્યો હતો. આમાં ચોક્કસપણે કંઈક છે અને આપણે તેને નકારી શકીએ નહીં. કદાચ તેનું કારણ આ કોવિડ રસી હોઈ શકે છે, કારણ કે આપણે ખરેખર નથી જાણતા કે આપણે આપણા શરીરની અંદર શું લીધું છે.


શ્રેયસે કહ્યું કે 'તે જાણવા માંગે છે કે રસીએ આપણી સાથે શું કર્યું. તેમણે એમ પણ કહ્યું કે તેમને ખાતરી નથી કે તે કોવિડ-19 છે કે રસીને કારણે આમ થયું, કારણ કે તેમની પાસે કોઈ પુરાવા નથી, તેથી કોઈ નિવેદન આપવું નકામું છે. અમે તમને જણાવી દઈએ કે કોવિડ રસીની દુર્લભ આડઅસર થઈ શકે છે. આ રસી બનાવનારી એસ્ટ્રાઝેનેકાએ ખુદ યુકે હાઈકોર્ટમાં આ વાત સ્વીકારી છે.


14મી ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો


તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 14 ડિસેમ્બરે શ્રેયસને તેની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ના શૂટિંગ પછી બેચેનીની ફરિયાદ બાદ હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મુંબઈની બેલેવ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.