Shyam Benegal Death: બોલિવૂડને મંથન,અંકુર જેવી શાનદાર ફિલ્મો આપનાર જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. શ્યામ બેનેગલ જેઓ ઘણા સમયથી બીમાર હતા પરંતુ હજુ પણ અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, તેઓ 90 વર્ષના હતા. શ્યામ બેનેગલનું સાંજે 6.39 કલાકે અવસાન થયું.


શ્યામ બેનેગલની પુત્રી પિયા બેનેગલે એબીપી ન્યૂઝને શ્યામ બાબુના મૃત્યુની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે આજે સાંજે 6.38 કલાકે મુંબઈ સેન્ટ્રલની વોકાર્ટ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.


આ બીમારીથી પીડિત હતા


પિયા બેનેગલે જણાવ્યું કે તેમના પિતા કિડનીની ક્રોનિક બિમારીથી પીડિત હતા અને તેઓ આ બીમારીના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા હતા. શ્યામ બેનેગલ 90 વર્ષના હતા. અંતિમ સંસ્કાર અંગે બાદમાં નિર્ણય લેવામાં આવશે. 


8 નેશનલ એવોર્ડ જીત્યા


શ્યામ બેનેગલની ફિલ્મોએ 8 નેશનલ એવોર્ડ જીત્યા હતા. તેમણે ઝુબૈદા, ધ મેકિંગ ઓફ ધ મહાત્મા, નેતાજી સુભાષચંદ્ર બોઝઃ ધ ફર્ગોટન હીરો, મંડી, આરોહન, વેલકમ ટુ સજ્જનપુર જેવી ડઝનેક ઉત્તમ ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મોએ 8 નેશનલ એવોર્ડ જીત્યા છે. શયામ બનેગલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યો છે. શ્યામ બેનેગલે પોતાની કારકિર્દીમાં 24 ફિલ્મો, 45 ડોક્યૂમેન્ટ્રી અને 1500 એડ ફિલ્મો બનાવી છે. તેમને 1976માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 1991માં શ્યામ બેનેગલને  પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.


ફિલ્મો પહેલા ફોટોગ્રાફી કરતા 


શ્યામ બેનેગલે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા ઘણી વસ્તુઓ કરી છે. તેમણે પહેલા અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે પછી તેમણે ફોટોગ્રાફી શરૂ કરી. જ્યારે તેઓ 12 વર્ષના હતા, ત્યારે તેમણે તેમના પિતા શ્રીધર બી. બેનેગલ માટે કેમેરા પર પ્રથમ ફિલ્મ બનાવી હતી.


શ્યામ બેનેગલનું નિધન સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે. 23 ડિસેમ્બરે સાંજે 6.39 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં જ તેમણે પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રી શબાના આઝમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ પાર્ટીની તસવીરો શેર કરી હતી. ફોટામાં શ્યામ બેનેગલ, શબાના અને નસીરુદ્દીન શાહ સાથે હસતા જોવા મળ્યા હતા.


શ્યામ બેનેગલે 1974માં ફિલ્મ 'અંકુર'થી દિગ્દર્શનની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સામાજિક મુદ્દાઓ પર આધારિત હતી. આ ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી. આ સિવાય તેમણે મહત્વની ફિલ્મો પણ કરી હતી.