Siddharth Shukla Death: ગુરૂવારે હાર્ટ અટેકના કારણ સિદ્ધાર્થ શુક્લાનું નિધન થઇ ગયું. તેઓ 40 વર્ષના હતા. તેના અચાનક નિધનથી હર કોઇ સ્તબ્ધ છે. પોસ્ટમોર્ટમ બાદ આજે સિદ્ધાર્થ શુક્લના પાર્થિવ દેહને પોલીસને સોંપવામાં આવશે અને આજે બપોરે તેમના અંતિમ સંસ્કાર થશે.
સિદ્ધાર્થ શુક્લના અચાનક નિધનથી પરિવાર સ્તબ્ધ અને દુ:ખી છે. આ આધાતજનક ઘટના બાદ પહેલી વખત તેમના પરિવારનું નિવેદન સામે આવ્યું છે.
સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ પરિવારનું પહેલું નિવેદન
મુંબઇમાં જન્મેલા અભિનેતાના પરિવારે તેમની જનસંપર્ક ટીમના માધ્યમથી એક નિવેદન પ્રસ્તુત કર્યું હતું કે" “અમે ખૂબ જ આઘાતમાં છીએ અને દુ:ખી છીએ. આ ઘટનાથી અમારો પરિવાર સ્તબ્ધ છે. સિદ્ધાર્થ ખુદ સુધી સીમિત રહેનાર વ્યક્તિ ન હતી. તેમની અને અમારી નિજતાનું સન્માન કરે અને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો”
મુંબઇ પોલીસે આપેલા નિવેદન મુજબ સિદ્ધાર્થ શુક્લાનું પોસ્ટમોર્ટમ થઇ ગયું છે. તેમના શરીર પર કોઇ ઇજાના નિશાન નથી જોવા મળ્યાં શુક્રવારે 11 વાગ્યે તેમનો પાર્થિવ દેહ પરિવાને સોપવામાં આવશે.
આ પણ વાંચો:Afghanistan Crisis: તાલિબાન મુદ્દે અભિનેતા નસીરૂદીન શાહે કરી આ વાત, જાણો શું આપ્યું નિવેદન
સિદ્ધાર્થ શુક્લાનાની અંતિમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
આવામાં દિલથી ધન્યવાદ, તમે તમારા જીવનનો જોખમમાં નાંખો છો, અનગણિત કલાક કામ કરો છો, અને તે દર્દીઓને આરામ આપો છે, જે તેમના પરિવારોની સાથે સાથે નથી હોઇ શકતા. તમે વાસ્તવમાં સૌથી બહાદુર છો. અગ્રિમ પંક્તિમાં રહેવુ આસાન નથી, પરંતુ અમે વાસ્તવમાં તમારા પ્રયાસોની પ્રસંશા કરીએ છીએ. #MumbaiDiariesOnPrime આ સુપરહીરો માટે સફેદ ટૉપી, નર્સિંગ સ્ટાફ અને તેમના અનગણિત બલિદાનો માટે એક શ્રદ્ધાંજલિ છે. 25 ઓગસ્ટનુ ટ્રેલર આઉટ. #TheHeroesWeOwe.'હવે સિદ્વાર્થ શુક્લાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. સિદ્વાર્થ શુક્લાએ 24 ઓગસ્ટે છેલ્લીવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીર પૉસ્ટ કરી હતી અને ફ્રેન્ટ લાઇન વર્કર્સનો આભાર માન્યો હતો. સિદ્વાર્થ શુક્લાએ પોતાની તસવીર શેર કરતા લખ્યુ હતુ- તમામ ફ્રન્ટ લાઇન વર્કર્સને
સિદ્ધાર્થ શુક્લનો જન્મ 12 ડિસેમ્બર 1980 ના રોજ મુંબઈના એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મોડેલિંગના દિવસોમાં તેણે તેના પિતાને ગુમાવ્યા. આ સિવાય સિદ્ધાર્થ શુક્લ ફિયર ફેક્ટર-ખતરોં કે ખિલાડી સિઝન 7માં જોવા મળ્યો હતો. તેમણે સાવધાન ઇન્ડિયા અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનું પણ હોસ્ટ કર્યું હતું.
તેને બિગ બોસ 13થી ઘણી ખ્યાતિ મળી. પંજાબી અભિનેત્રી શહનાઝ ગિલ સાથેની તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંને તાજેતરમાં બિગ બોસ OTTમાં પણ જોવા મળ્યા હતા.