Sonu Sood Income Tax Survey: બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ પર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 20 કરોડની ટેકસ ચોરીનો આરોપ લગાવ્યો છે. ઇન્કમ ટેક્સ સર્વે બાદ એક્ટરે પહેલી પોસ્ટ કરી છે.
એક્ટર સોનૂ સૂદ(Sonu Sood) પર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેના પર 20 કરોડની ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે. તેમની ચેરિટી ટ્રસ્ટ દ્વારા વિદેશી ફંડ અધિનિયમ એક્ટના નિયમોનું ઉલ્લંઘનનો આરોપ લાગાવ્યો છે. આ તમામ ઘટના બાદ સૌનૂ સૂદે પહેલી વાર પોસ્ટ કર્યું છે. સોનૂ સૂદે કહ્યું કે, “આપને હંમેશા આપની હકીકત બતાવવાની જરૂરત નથી પડતી. સમય બધું જ બતાવી દે છે”
એક્ટર સોનૂ સૂદે ઇન્કમ ટેક્સ સર્વે બાદ પહેલી પોસ્ટ કરી છે. જેને ટેક્સ ચોરીને સાથે જોડવામાં આવી રહી છે.
સોનુએ આગળ લખ્યું કે, “ હું પુરી ઇમાનદારીથી દેશના લોકોની મદદ કરી રહ્યો છું.મારું ફાઉન્ડેશન લોકોની જિંદગી બચાવાનું અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તત્પર છે. હું થોડા દિવસથી મહેમાનોની સેવામાં વ્યસ્ત હતો તેથી આપની મદદ નથી કરી શક્યો. હવે ફરી હું આપની મદદ માટે આવી ગયો છે”
આ સાથે જ સોનૂ સૂદે ટવિટ કરતા લખ્યું કે, “કર ભલા હો ભલા, અંત ભલા કા ભલા”
ઇન્કટેક્સ ડિપાર્ટમેન્ટ આપી જાણકારી
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મુજબ સોનૂ સૂદને કો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જે પૈસા મળતા હતા. તેમાંથી મોટી રકમ તેમણે ઇન્કમ ટેક્સમાં ન બતાવીને કેટલીક નામની કંપનીઓ દ્વારા ઇનસિક્યોર્ડ લોન દર્શાવી છે. વિભાગનો દાવો છે કે, અત્યાર સુધીની તપાસમાં 20 એવી કંપનીની જાણ થઇ છે. જેમાં સોનુ દ્વારા અનસિક્યોર્ડ લોન દર્શાવવામાં આવી છે. જો કે તે પૈસા તેમની પોતાની કમાણીના હતા
વિભાગના ઉચ્ચ અધિકારી મુજબ જ્યારે શૈલ કંપનીના કર્તાધર્તા પાસે પૂછપરછ કરવામાં આવી તો તેને શપથ પત્ર દ્રારા સ્વીકાર કર્યો કે,તેમણે સોનૂ સૂદને બોગસ એન્ટ્રી આપી હતી. અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાથી વધુ ઇન્કમ ટેક્સ ચોરીની જાણ થઇ છે. જો કે આ આરોપ સામે હજુ સુધી સોનૂ સૂદે કોઇ નિવેદન નથી આપ્યું.
આ પણ વાંચો
India Corona Cases: દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા 30 હજારથી વધુ કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો
ફેસ્ટિવ સીઝન પહેલા જ ગ્રાહકોને મોટો ઝાટકો! આ દિગ્ગજ ટૂ-વ્હીલર કંપનીએ 3000 હજાર રૂપિયાનો વધારો કર્યો