દેશની સૌથી મોટી દ્વિચક્રી વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પ વધતા ખર્ચની અસરને આંશિક રીતે સરભર કરવા માટે તેના તમામ મોડલની કિંમતમાં 3,000 રૂપિયા સુધીનો વધારો કરવા જઈ રહી છે. હીરો મોટોકોર્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપની 20 સપ્ટેમ્બર, 2021 થી તેની મોટરસાઇકલ અને સ્કૂટરના એક્સ-શોરૂમ ભાવમાં વધારો કરશે. એવું કહેવામાં આવ્યું છે કે ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારાની અસર ઘટાડવા માટે કિંમતોમાં વધારો કરવો જરૂરી બન્યો છે.


ત્રીજી વખત કિંમત વધી


કંપનીએ જણાવ્યું હતું કે મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતમાં વધારો રૂ. 3,000 સુધીનો રહેશે અને વધારાની ચોક્કસ રકમ મોડેલ અને બજાર પર આધારિત રહેશે. આ વર્ષે કંપનીનો આ ત્રીજો ભાવ વધારો હશે. કંપનીએ અગાઉ તેની મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતોમાં જાન્યુઆરીમાં રૂ. 1,500 અને આ વર્ષે એપ્રિલમાં રૂ. 2,500 નો વધારો કર્યો હતો.


ત્રીજી વખત ભાવમાં વધારો થયો


હીરો મોટોકોર્પ સ્થાનિક બજારમાં વિવિધ પ્રકારની બાઇક અને સ્કૂટર વેચે છે. સ્થાનિક બજારમાં કંપનીનું જથ્થાબંધ વેચાણ ગયા મહિને 4,31,137 યુનિટ રહ્યું હતું જે ગયા વર્ષે આ જ મહિનામાં 5,68,674 યુનિટ હતું. છેલ્લા એક વર્ષમાં સ્ટીલ અને મેટલ જેવી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ક્રમશ વધારો થયો છે. આનાથી વાહન ઉત્પાદકોના ખર્ચમાં પણ વધારો થયો છે. આ મહિનાની શરૂઆતમાં, દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSI) એ સેલેરિયો સિવાય તેના સમગ્ર પોર્ટફોલિયોના ભાવમાં 1.9 ટકાનો વધારો કર્યો છે.


Okaya એ ભારતમાં બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા, એક જ ચાર્જમાં 80 KM સુધીની રેન્જ આપશે


ગુજરાતના આ જાણીતા શહેર નજીક સ્થપાશે રાજ્યનો પ્રથમ વ્હીક્લ સ્ક્રેપ પ્લાન્ટ, જાણો વધુ વિગત


બજારમાં પોતાની મજબૂત સ્થિતિનો દુરઉપયોગ કરી રહ્યું છે ગૂગલ, જાણો શું સમગ્ર મામલો


PNB Home Loan: પીએનબીએ હોન લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો કોને થશે ફાયદો