મહિલા સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરવા મામલે આ એક્ટરની થઇ ધરપકડ, જાણો શું છે મામલો

અમર શશાંક અને સ્વાતિની સાથે શ્રી વિદ્યાનો વિવાદ વધી જતાં તેને આની ફરિયાદ પોલીસમાં કરી દીધી. બાદમાં શ્રી વિદ્યાની ફરિયાદને લઇને પોલીસે એક્ટરની ધરપકડ કરી હતી

Continues below advertisement
નવી દિલ્હીઃ સાઉથ એક્ટર અમર શશાંકની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેલંગાણાની રાયદુર્ગ પોલીસે એક્ટર સામે મહિલા સાથે ખરાબ વર્તન કરવા અંગે કેસ નોંધ્યો છે. એક્ટરે સામે આ ફરિયાદ તેની ગર્લફ્રેન્ડની મહિલા બિઝનેસ પાર્ટનરે પોલીસમાં નોંધાવી હતી. બાદમાં તેની ધરપકડ કરાઇ છે. રિપોર્ટ છે કે આ મહિલાએ એક્ટર સામે છેડતી અને ગાળાગાળી કરવાનો આરોપ લગાવ્યો છે. મામલો એવો છે કે શ્રી વિદ્યા, સ્વાતિ અને લક્ષ્મી મણિકોન્ડા આ ત્રણેય મળીને એક બ્યૂટિક બિઝનેસ ચલાવી રહ્યાં છે, જેમાં એક્ટર અમર શશાંકની ગર્લફ્રન્ડ પણ સામેલ છે. વેપારમાં નુકશાન જવાના કારણે સ્વાતિએ બ્યૂટિકનો વેપાર છોડી દીધો, પરંતુ પૈસાની લેવડદેવડ બાકી હતી, આને લઇને સ્વાતિ એ પોતાના પ્રેમી અમર શશાંકની સાથે શ્રી વિદ્યાના ઘર ગઇ અને તેની પાસે પૈસાની માંગ કરી. આ દરમિયાન બન્ને પક્ષોમાં જબરદસ્ત બોલાચાલી થઇ, આ પછી બન્ને વચ્ચે મારામારી પણ હતી. અમર શશાંક અને સ્વાતિની સાથે શ્રી વિદ્યાનો વિવાદ વધી જતાં તેને આની ફરિયાદ પોલીસમાં કરી દીધી. બાદમાં શ્રી વિદ્યાની ફરિયાદને લઇને પોલીસે એક્ટરની ધરપકડ કરી હતી. જોકે, એક્ટરે બાદમાં કહ્યું કે મારા વકીલ જામીન માટે કોશિશ કરી રહ્યાં છે, આ અંગે હુ મીડિયા સાથે વાત કરીશ.
Continues below advertisement
Sponsored Links by Taboola