'બાહુબલી' પ્રભાસે તેના ચાહકો પર એવો જાદુ ચલાવ્યો છે કે અભિનેતાના ચાહકો તેને માત્ર બાહુબલીની રીતે જ જુએ છે. આવી લોકચાહના વચ્ચે પ્રભાસને લઈને આવતી તમામ ખબરો પર તેના ચાહકો નજર રાખતા હોય છે સાથે જ તેને હંમેશા ફિટ એન્ડ ફાઈન જોવા ઈચ્છે છે. જો કે, પ્રભાસના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે જેથી તેના ચાહકોની ચિંતા વધી છે.


પ્રભાસના ફેન્સ તેની આગામી ફિલ્મ 'સાલર'ની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકોને ફિલ્મ માટે હજી ઘણી રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે. મળતા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ સલારના શૂટિંગ દરમિયાન પ્રભાસને થયેલી ઈજાને કારણે તેની આગામી ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રભાસની ઈજાને સંપૂર્ણ રીતે ઠીક થવામાં હજુ બે મહિના લાગશે, જેના કારણે ફિલ્મના શૂટિંગ લઈને આ નિર્ણય લેવો પડ્યો છે.


પ્રભાસની સારવાર સ્પેનમાં ચાલી રહી છેઃ
અભિનેતા પ્રભાસ તેની આગામી ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ કરે તે પહેલાં સારવાર માટે સ્પેન ગયો છે. એક રિપોર્ટ અનુસાર, તેની સર્જરી થઈ છે અને એમાંથી તે સ્વસ્થ થઈ રહ્યો છે. આ સમાચાર આવ્યા પછી, પ્રભાસના ચાહકો ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રભાસ પાસે આ સમયે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેમાં 'આદિપુરુષ', 'પ્રોજેક્ટ કે' અને 'સ્પિરિટ' જેવી મોટી ફિલ્મો છે. પ્રભાસ એક અન્ય ફિલ્મમાં પણ કામ કરશે, જેનું નિર્દેશન 'ભલે ભલે માગદિવોય' ફેમ મારુતિ કરશે. ફિલ્મ 'સાલર'ની વાત કરીએ તો આ એક એક્શન ફિલ્મ છે, જેમાં પ્રભાસ સાથે શ્રુતિ હાસન જોવા મળશે. જો કે હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ તેની નિર્ધારિત તારીખ પ્રમાણે રિલીઝ કરવામાં સફળ રહે છે કે નહીં.