મુંબઇઃ બૉલીવુડ સ્ટાર સિંગર અને એક્ટ્રેસ, બિગ બૉસ ફેમ નેહા ભસીનના રિયાલિટી શૉ હુનરબાઝના સેટ પર એક ધમાકેદાર ઘટના ઘટી છે. અહીં સ્ટેજ પર કલાકારોનો દિલકશ અંદાજ જોવા મળ્યો છે. શૉ હુનરબાઝના મંચ પર નેહા ભસીને એક્ટર મિથૂન ચક્રવર્તી સાથે દેખાઇ, ખરેખરમાં સ્ટેજ પર નેહા ભસીને મિથૂન ચક્રવર્તી, કરણ જોહર અને પરીણિતી ચોપડા સાથે મળીને ખુબ મસ્તી કરી. આ બધાની વચ્ચે સેટ પરથી એક વીડિયો સામે આવ્યો છે જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં, મેકર્સે હુનરબાઝના આ સ્પેશ્યલ એપિસૉડનો એક પ્રૉમો વીડિયો શેર કર્યો છે. ગણતરીના સેકન્ડોનો આ વીડિયો શૉના સેટ પર સિંગર ધમાકેદાર એન્ટ્રી કરતી દેખાઇ રહી છે. આ પછી વીડિયોમાં નેહા ભસીને અને મિથૂન ચક્રવર્તી પ્રિયંકા ચોપડાના જાણીતા સોન્ગ રામ ચાહે લીલા ચાહે સોન્ગ પર જબરદસ્ત ડાન્સ કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં મિથૂન દા નેહા ભસીન સાથે કમાલના મૂવ્સ કરતો દેખાઇ રહ્યો છે. વળી, દર્શક આ પરફોર્મન્સને જોઇને તાલીઓ પાડતા દેખાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે નેહા ભસીને બિગ બૉસ 152માં ચર્ચિત કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. હુનરબાઝના મંચ પર નેહા ભસીનની સાથે તૌફિક કુરૈશી, પ્રતિક ઉતેકર, સનમ જોહર અને પ્રિયાંક શર્માની ધમાકેદાર એન્ટ્રી થવા જઇ રહી છે.
આ પણ વાંચો......
આજથી આ 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, હવે નહીં મળે આ સરકારી સબસિડી, PF જમા પર લાગશે ટેક્સ
CNG-PNG Prices Hike: CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
પીએમ યોજના હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવે છે? જાણો મોદી સરકારે શું કહ્યું......
પુતિનનો મોટો દાંવ, હવે ગેસ ખરીદવા માટે યૂરોપિયન દેશો માટે જરૂરી કરી આ પેમેન્ટ સિસ્ટમ, જાણો વિગતે