South Actor Vikram: સાઉથ એક્ટર વિક્રમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટરની તબિયત લથડતા તેમને ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ 56 વર્ષના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમને હૃદય સંબંધિત બિમારીના કારણે દાખલ કરવામાં આવ્યા છે. વિક્રમ ગુરુવારે સાંજે 6 વાગ્યે ચેન્નાઈમાં તેની આગામી ફિલ્મ 'પોન્નિયિન સેલવાન'ના ટ્રેલર લૉન્ચમાં હાજરી આપવાના હતા. સ્ટાર હીરો વિક્રમને હાર્ટ એટેક આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ચેન્નાઈના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્રમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેતા નિયમિતપણે કસરત કરે છે. જ્યારે હાર્ટ એટેકના સમાચાર સામે આવ્યા ત્યારે તેમના ચાહકો અને ફિલ્મ પ્રેમીઓ આઘાતમાં સરી પડ્યા હતા. તેના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. વિક્રમે તમિલ, તેલુગુ અને હિન્દી સહિત અનેક ભાષાઓમાં અભિનય કર્યો છે. તે છેલ્લે મહાન ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમને 2004માં રાષ્ટ્રીય પુરસ્કાર, સાત ફિલ્મફેર પુરસ્કાર, તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર અને તમિલનાડુ સરકારનો કલૈમામણી પુરસ્કાર પણ મળ્યો છે.
અભિનેતા વિક્રમે 1990માં અભિનયની શરૂઆત કરી હતી પરંતુ ડિસેમ્બર 1999માં સેતુ ફિલ્મમાં તેની ભૂમિકા બાદ તે પ્રખ્યાત થઈ ગયા હતા. ફિલ્મ માટે, વિક્રમે 20 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું અને માથું પણ મુંડાવ્યું હતું. સેતુ પછી, તેણે જેમિની, સમુરાઇ, ધૂલ, કધલ સદુગુડુ, સામી, પીથમગન, અરુલ, અન્નિયાં, ભીમા, રાવણન, દિવા થિરુમગલ, ડેવિડ, ઇરુ મુગન અને મહાન સહિત ઘણી હિટ ફિલ્મો આપી.
આ પણ વાંચો......
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો