Pushpa 2 Digital Version Runtime: અલ્લૂ અર્જૂનની બ્લૉકબસ્ટર હિટ ફિલ્મ પુષ્પા 2 એ બૉક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી. સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ આ ફિલ્મ હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના OTT રિલીઝને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. પુષ્પા 2 નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મ 30 જાન્યુઆરીએ એટલે કે આજથી સ્ટ્રીમ થવાની છે.

અગાઉ ફિલ્મના હિન્દી વર્ઝન અંગે એવા અહેવાલો આવ્યા હતા કે ચાહકોને થોડી રાહ જોવી પડી શકે છે. જોકે, હવે નિર્માતાઓએ હિન્દી વર્ઝનના OTT રિલીઝની પણ જાહેરાત કરી છે. હિન્દી વર્ઝન પણ 30 જાન્યુઆરીએ સ્ટ્રીમ થશે. નિર્માતાઓ ફિલ્મના ડિજિટલ સંસ્કરણમાં થિયેટર રિલીઝના વધારાના ફૂટેજ પણ ઉમેરવા જઈ રહ્યા છે. હવે ફિલ્મના ડિજિટલ વર્ઝનનો રન ટાઈમ પણ જાહેર થઈ ગયો છે.

કેટલો હશે ડિજીટલ વર્ઝનનો રન ટાઇમ ? ઓટીટી પ્લેના રિપોર્ટ અનુસાર, ફિલ્મના ડિજિટલ વર્ઝનનો રન ટાઈમ ત્રણ કલાક અને ૪૬ મિનિટનો રહેશે. ફિલ્મનો સમયગાળો થોડો લાંબો થવાનો છે. ચાહકોને ફિલ્મના ડિજિટલ સંસ્કરણમાં 23 મિનિટનો વધારાનો ભાગ જોવા મળશે. હવે જોવાનું એ રહે છે કે ચાહકો ફિલ્મના વિસ્તૃત સંસ્કરણને કેવી પ્રતિક્રિયા આપે છે.

ફિલ્મની વાત કરીએ તો, અલ્લૂ અર્જૂન મુખ્ય ભૂમિકામાં છે. રશ્મિકા મંદાના મહિલા મુખ્ય ભૂમિકામાં છે; અભિનેતા ફહાદ ફાસિલ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. સુકુમારે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. ફિલ્મમાં અલ્લુ અર્જુનનો સ્વેગ જોવા લાયક છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે પુષ્પારાજ (અલ્લૂ અર્જૂન) તેની પત્નીની ઇચ્છા પૂરી કરવા માટે સંપૂર્ણ શક્તિ બદલી નાખે છે.

પુષ્પા 2 ના બૉક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે વિશ્વભરમાં 1840 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ અલ્લૂ અર્જૂનના કેરિયરની રેકોર્ડ બ્રેક ફિલ્મ છે. પુષ્પાનો પહેલો ભાગ પણ ચાહકોને ખૂબ ગમ્યો હતો. આ ફિલ્મમાં પણ અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં હતા.

આ પણ વાંચો

Pushpa 2 આજથી ઓટીટી પર: અલ્લૂ અર્જૂનની ફિલ્મનો ડિજીટલ વર્ઝનનો રન ટાઇમ ફાઇનલ, આટલા કલાકની હશે મૂવી