Salaar Box Office Collection Day 5 Worldwide: પ્રભાસની ફિલ્મ 'સલાર' એ આખી દુનિયામાં જાદુ મચાવ્યો છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે માત્ર 6 દિવસમાં જ ઘરેલુ બોક્સ ઓફિસ પર ફિલ્મનું કલેક્શન 300 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. 'સલાર'ની લોકપ્રિયતા વિશ્વભરમાં સ્પષ્ટપણે જોવા મળે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ કમાણીના મામલામાં ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. તેના પાંચ દિવસના બિઝનેસ સાથે 'સલાર' હવે વિશ્વભરમાં રૂ. 500 કરોડની નજીક પહોંચી ગયું છે.


 






ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયનના જણાવ્યા અનુસાર, ફિલ્મે 5 દિવસમાં વિશ્વભરમાં 490.23 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. મનોબાલાએ X પર પોસ્ટ કરીને લખ્યું - 'સલાર વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શન. બાહુબલી અને બાહુબલી 2 પછી, પ્રભાસ તેની ત્રીજી ₹500 કરોડની ક્લબ ફિલ્મમાં સામેલ  થવા તરફ આગળ વધી રહ્યો છે. પહેલા દિવસે ફિલ્મે વિશ્વભરમાં 176.52 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 101.39 કરોડ અને ત્રીજા દિવસે 95.24 કરોડનું કલેક્શન થયું હતું. 'સલાર'એ ચોથા દિવસે 76.91 કરોડની કમાણી કરી હતી અને પાંચમા દિવસે 40.17 કરોડનું કલેક્શન કર્યું હતું.


 






હિન્દી બેલ્ટમાં પણ આ ફિલ્મે કમાલ કરી 
'સલાર'નો ક્રેઝ માત્ર સાઉથમાં જ નથી પરંતુ હિન્દી બેલ્ટમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ સુમિત કડેલના જણાવ્યા અનુસાર, 'સલાર' કામકાજના દિવસોમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મના નાઈટ શો હાઉસફુલ થઈ ગયા છે.


'સલાર'ની સ્ટારકાસ્ટ
પ્રભાસ અભિનીત 'સલાર' પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસન લીડ રોલમાં જોવા મળશે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial