Pushpa 2 Box Office Collection Day 12: અલ્લૂ અર્જૂનની પુષ્પા 2 એ 900 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે જંગી કમાણી કરીને ઈતિહાસ રચ્યો અને ઘણા રેકોર્ડ તોડ્યા. પુષ્પા 2 એ KGF ચેપ્ટર 2 ના આજીવન કલેક્શન (859.7 કરોડ) નો રેકોર્ડ પણ તોડ્યો. જોકે, હવે એવા અહેવાલો છે કે સોમવારે ફિલ્મના કલેક્શનમાં ઘટાડો થઈ શકે છે.
12માં દિવસે કેટલી કમાશે પુષ્પા 2 ?
સેકનિલ્કના રિપૉર્ટ અનુસાર, ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 8.36 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સાંજ અને રાત્રિના શૉ માટે હાલમાં કોઈ કલેક્શન જાહેરાત નથી. રાત સુધી ફિલ્મના કલેક્શનમાં ઘણા બદલાવ જોવા મળશે. નાઇટ શૉમાંથી પણ વધુ કમાણી થવાની આશા છે.
મૉર્નિંગ શૉનું કલેક્શન આટલુ રહ્યું
12મા દિવસના કલેક્શનના સત્તાવાર આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ એવા અહેવાલો છે કે સવારના શૉનું કલેક્શન ઘણું ઓછું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ફિલ્મના મર્નિંગ શોએ માત્ર 2.12 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
આ હિસાબે અત્યાર સુધી ટૉટલ ફિલ્મનું કલેક્શન 908.36 કરોડ છે
ફિલ્મના હિન્દી ભાષાના કલેક્શનની વાત કરીએ તો બીજા વીકએન્ડ સુધી ફિલ્મનું કલેક્શન 561.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ફિલ્મે માત્ર 10 દિવસમાં વિશ્વભરમાં 1292 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
આ ફિલ્મ સુકુમાર દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મમાં અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાના લીડ રૉલમાં છે. પતિ-પત્ની બંને પુષ્પારાજ અને શ્રીવલ્લીની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં ફહદ ફાસીલ મહત્વના રૉલમાં છે અને તેણે પોતાની એક્ટિંગથી લાઈમલાઈટ ચોરી લીધી છે. ફિલ્મમાં અલ્લૂ અર્જૂનનું સ્ટારડમ ચાહકોને દિવાના બનાવી રહ્યું છે. ફિલ્મની સ્ટૉરી, એક્શન અને એક્ટિંગ બધાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે.
આ પણ વાંચો