Allu Arjun Wife Sneha Reddy Reaction: શુક્રવારની રાત જેલમાં વિતાવ્યા બાદ સાઉથનો સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન શનિવારે સવારે પોતાના ઘરે પહોંચ્યો હતો. 20 કલાક પછી ઘરે પહોંચેલા પતિને જોઈને અલ્લૂ અર્જૂનની પત્ની સ્નેહા રેડ્ડી ભાંગી પડી હતી. તેણે અભિનેતાને જોતાની સાથે જ ગળે લગાડ્યો. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પત્ની સ્નેહા રેડ્ડી થઇ ગઇ ભાવુક
અલ્લૂ અર્જૂનની પત્ની સ્નેહા રેડ્ડીએ તેના પતિનું ઘરે સ્વાગત કર્યું. મહિલાના મૃત્યુના સંબંધમાં તે આખી રાત જેલમાં રહ્યો. સ્નેહાને છૂટા થયાના સમાચાર મળતા જ ઘરની બહાર તેના પતિની રાહ જોઈ રહી હતી. તેની સાથે તેના બાળકો પણ જોવા મળ્યા હતા. અર્જૂન તેની નજીક આવ્યો કે તરત જ સ્નેહાએ તેને જોરથી ગળે લગાડ્યો. પતિને મળ્યા બાદ તે પણ ભાવુક થઈ ગઈ હતી, અને બાદમાં ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી હતી.
માંએ ઉતારી અલ્લૂ અર્જૂનની આરતી
અલ્લૂ અર્જૂન જેલમાંથી છૂટીને ઘરે પહોંચ્યો હતો. અહીં આવતા જ તેની માતાએ તેની સામે જોયું. પરિવારના સભ્યો તેને મળવા આવ્યા હતા. બધાએ ગળે લગાવીને અભિનેતાનું સ્વાગત કર્યું.
મીડિયા સામે અલ્લૂ અર્જૂને કહી આ વાત
જેલમાંથી છૂટ્યા બાદ અલ્લૂ અર્જૂન ઘરે આવીને મીડિયા સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાતચીતમાં તેણે તેના ચાહકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે જે પણ થયું તેના માટે તે માફી માંગે છે. તેઓ મહિલાના પરિવારને દરેક સંભવ મદદ પણ કરશે.
આ પણ વાંચો
Year Ender 2024: આ વર્ષે મલાઈકા અરોરાના હોટ બોડીકોન લૂક રહ્યા ચર્ચામાં, જુઓ તસવીરો