પટનાઃ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસને લઇને બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસમાં તકરાર વધી રહી છે. કેસની તપાસ કરવા રવિવારે મુંબઇ પહોંચેલા પટના એસપી વિનય તિવારીને જબરદસ્તીથી ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નારાજગી વ્યક્ત કરી છે.


પટના એસપી વિનય તિવારની જબરદસ્તીથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ક્વૉરન્ટાઇન કરાયા બાદ બિહારના ડીજીપીએ ખાસ બેઠક બોલાવી છે. એટલુ જ નહીં હવે બિહારના મુખ્યમંત્રીએ પણ બિહાર પોલીસની કામગીરીને યોગ્ય ગણાવી છે. નીતિશ કુમારે કહ્યું કે, બિહાર પોલીસ જવાબદારીથી કામ કરી રહી છે, આવા સમયે એસપીને ક્વૉરન્ટાઇન કરવુ યોગ્ય નથી.

નીતિશ કુમારે આઇપીએલ વિનય તિવારીને ક્વૉરન્ટાઇન કરવા અંગે કહ્યું કે, અમારા ડીજીપીએ તમામ જાણકારી આપી છે. જે પણ થયુ તે ઠીક નથી થયુ, જે કાયદેસરની જવાબદારીથી છે તે બિહાર પોલીસની છે, તે જવાબદારીથી કામ કરી રહી છે. વળી, સીબીઆઇ તપાસના સવાલ પર નીતિશ કુમારે કોઇ જવાબ આપ્યો નહીં. આ પહેલા તેના પરિવારની માંગ પર સીબીઆઇ તપાસની ભલામણ કરવા માટે કહ્યું હતુ.



એક દિવસ પહેલા એબીપી ન્યૂઝ સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું- પરિવારના લોકો જો માંગ કરશે, તો અમે સીબીઆઇની તપાસ કરાવવાની ભલામણ કરવા તૈયાર છીએ. બિહારના સુશાંતને ન્યાય મળવો જોઇએ. આ ઉપરાંત બિહાર પોલીસની કામગીરીની પણ નીતિશે પ્રસંશા કરી હતી.