Stree 2 Box Office Collection: નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત અને અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ અભિનીત મહાકાવ્ય સાયન્સ ફિક્શન ફિલ્મ 'કલ્કી 2898 એડી' 2024 ના પહેલા ભાગમાં બૉક્સ ઓફિસ પર ભારે હિટ રહી હતી. હવે વર્ષના બીજા ભાગમાં અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત અને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત 'સ્ત્રી 2' ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 2018ની હૉરર-કૉમેડી ‘સ્ત્રી’ની સિક્વલ છે. રસપ્રદ વાત એ છે કે માત્ર 7 દિવસમાં 'સ્ત્રી 2' એ 275 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે અને આ સાથે તે વર્ષની સૌથી ઝડપી કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.


એક અઠવાડિયામાં જ ‘સ્ત્રી 2’ એ કરી લીધું 275 કરોડથી વધુનું કલેક્શન  
'સ્ત્રી 2' 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અક્ષય કુમારની ખેલ ખેલ મેં અને જૉન અબ્રાહમની વેદા સહિત ઘણી સાઉથની ફિલ્મો સાથે જોરદાર ટક્કર કરી હતી. પરંતુ 'સ્ત્રી 2' એ આ બધી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો, તેણે 14 ઓગસ્ટે પેઇડ પ્રિવ્યૂઝથી રૂ. 8.5 કરોડની કમાણી કરી હતી અને 15 ઓગસ્ટે, ફિલ્મે 51.8 કરોડ રૂપિયા સાથે જબરદસ્ત ઓપનિંગ લીધી હતી અને તે પછી શુક્રવારે 31.4 કરોડ રૂપિયા અને શનિવારે 43.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


ફિલ્મે રવિવારે 55.9 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે સોમવારે રક્ષાબંધનના અવસર પર તેને 38.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મંગળવારે તેણે 25.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને સકાનિલાકના પ્રારંભિક અંદાજ મુજબ, બુધવારે ફિલ્મે આશરે 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સપ્તાહની સાખ સ્ત્રી 2નું કુલ કલેક્શન 275.35 કરોડ રૂપિયા છે.


હિન્દી સિનેમાની ટૉપ 20 હિટ ફિલ્મોના લિસ્ટમાં સામેલ થઇ ‘સ્ત્રી 2’
આ સાથે 'સ્ત્રી 2' માત્ર 'ગોલમાલ અગેન' (રૂ. 205.69) અને 'ભૂલ ભુલૈયા 2' (રૂ. 184.32) જેવી ફિલ્મોને પછાડીને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હૉરર કૉમેડી ફિલ્મ બની છે. આ સાથે જ તે હિન્દી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોની યાદીમાં સ્થાન બનાવવામાં પણ સફળ રહી છે. બુધવારના કલેક્શન સાથે, ફિલ્મે 'ધૂમ 3' (રૂ. 271.07) અને 'RRR' (હિન્દી - 272.28) જેવી ફિલ્મોના કલેક્શનને પાછળ છોડીને હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં 19મું સ્થાન મેળવ્યું છે.


‘સ્ત્રી 2’ 300 કરોડની નજીક 
હવે વીકએન્ડ અને જન્માષ્ટમીની રજાઓ પણ આવી રહી છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે અને તેની સાથે ફરી ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે. તમને જણાવી દઈએ કે 'સ્ત્રી 2'માં રાજકુમાર રાવ સિવાય શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, વરુણ ધવન અને તમન્ના ભાટિયાએ કેમિયો કર્યો છે.


આ પણ વાંચો


Shraddha Kapoor: 14 વર્ષમાં 9 ફ્લૉપ ફિલ્મો, હવે આ એક જ ફિલ્મથી બની બૉક્સ ઓફિસની 'ક્વિન'