નવી દિલ્હીઃ સુશાંત કેસમાં રોજ નવા નવા ખુલાસા અને દાવાઓ સામે આવી રહ્યા છે. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે જે એમ્બ્યૂલન્સ કર્મચારીઓએ સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહને તેના ઘરેથી હૉસ્પીટલ સુધી પહોંચાડ્યો હતો, તેમના અનુસાર દિવંગત અભિનેતાના પગ ઘૂંટણથી નીચેથી વળેલા હતા, જેમ કે તુટી ગયા હોય.

સુશાંત સિંહ મામલે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટમાં ફરી એકવાર શંકા વ્યક્ત કરી છે. પોતાના ટ્વીટમાં સુબ્રમણ્યમ સ્વામીએ પાંચ ડૉક્ટરો પર પણ સવાલો ઉઠાવ્યા છે, જેમને સુશાંતના મૃતદેહનુ પૉસ્ટમોર્ટમ કર્યુ હતુ.



સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે ટ્વીટ કર્યુ, સીબીઆઇએ કપૂર હૉસ્પીટલના તે પાંચ ડૉક્ટરોની પણ પુછપરછ કરવી જોઇએ, જેમને સુશાંતના મૃતદેહનુ પૉસ્ટમોર્ટમ કર્યુ હતુ. સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ દેહને હૉસ્પીટલમાં લઇ જનારા એમ્બ્યૂલન્સ કર્મચારીઓ અનુસાર, સુશાંતના પગ ઘૂંટણથી નીચેના ભાગે વળેલા હતા (જેમ કે તુટી ગયા હોય). કેસ સમજાય એવો નથી.



સુબ્રમણ્યમ સ્વામીના આ ટ્વીટથી ફરીથી સુશાંતના મૃતદેહ અને પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલો ઉઠ્યા છે. સ્વામી ટ્વીટ બાદ સોશ્યલ મીડિયા પર ફરી એકવાર આ મુદ્દો ચ્રચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે સુશાંત કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી ચૂકી છે. સીબીઆઇએ રિયા સહિત છ લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી દીધી છે. જ્યારે બીજી બાજુ ઇડી પૈસાના ગોટાળાને લઇને રિયા સહિતના લોકોની પુછપરછ કરી રહી છે.